ધોરાજીમાં ઇગ્લીસ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ધોરાજી પોલીસ
નંબર વગરની ઓટો રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂની બોટલોના પાર્સલ સાથે આરોપી ઝડપાયો
ધોરાજી:રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાના તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી સાગર બાગમારનાઓ એ પ્રોહી જુગારની પ્રવૂતી નેસ્તનાબુદ કરવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પો.કોન્સ સહદેવસિહ ચૌહાણ તથા પ્રદિપસિહ ચુડાસમાને બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે જમનાવડ ગામ તરફથી એક નંબર વગરની કાળા કલરની ઓટો રીક્ષામાં શંકાસ્પદ પાર્સલો ભરીને આવે છે.
સદરહુ ઓટોરીક્ષા ચેક કરતા પાછળની સીટ પાસે તથા ડેકીમાં પાર્સલ પડેલ જોવામાં આવતા જે પાર્સલ ખોલી જોતા તેમા પરપ્રાતીય ભારતીય બનાવટ ની ઇગ્લીશ દારૂની બોટલો હોય જેથી તે તમામ પાર્સલ ખોલી જોતા તમામ પાર્સલોમાં ઇગ્લીશ દારૂ ની બોટલો હોય જેમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો તથા બીયર ના ટીન મળી કુલ નંગ-૫૦૮ કિંમત રૂપિયા ૬૨,૪૦૦/- તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩,૦૦૦/- તથા ઓટો રીક્ષા ની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ રૂ.૭૫,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે
આરોપીમાં (૧) નવાજભાઇ અમીનભાઇ ડોસાણી જાતે મેમણ ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે.ધોરાજી ચિસ્તીયા કોલોની(૨) સલીમ ઉર્ફે બાબર ખુરેશી રહે.ધોરાજી ચકલા ચોક (૩) ઇમરાન જુમા ખુરેશી રહે.ધોરાજી ચકલા ચોક ( નંબર ૨-૩ ને અટક કરવા પર બાકી )
કામગીરી કરનાર અધિકારી એચ.એ.જાડેજા પો.ઇન્સ શ્રી ધોરાજી રવીરાજસિહ જાડેજા પો.કોન્સ ધોરાજી ચંદ્રસિહ વસૈયા પો.હેડ.કોન્સ.ધોરાજી પ્રદીપસીંહ ચુડાસમા પો.કોન્સ ધોરાજી
રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ ધોરાજી સહદેવસીંહ ચૌહાણ પો.કોન્સ ધોરાજી અનીરૂધ્ધસિંહ સુરૂભા ઝાલા પો.હેડ.કોન્સ.ધોરાજી વિગેરે જોડાયા હતા
ઉપરોક્ત બનાવની તપાસએચ.એ.જાડેજાપોલીસ ઇન્સ્પેક્ટરધોરાજી ચલાવી રહેલ છે