સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

સાવરકુંડલાના પીપાવા ગામે યુવતિનું રહસ્યમય મૃત્યુ

અમરેલી, તા.રપ : સાવરકુંડલાના પીપાવા ગામના રાજેશભાઇ વાલજીભાઇ મેર વાડીએ માલઢોર માટે ખડ લેવા ગયેલા અને ખડવાઢીને બળદ ગાડામાં નાખી ઘેર આવતા રાજેશભાઇની દિકરી જીજ્ઞાશા દોડીને રાજેશભાઇને કહેલ કે મનિષા પડી ગયેલ છે જેથી ઘરમાં જોયું તો મનીષા ખાટલાની ઇચ માથુ રાખી પડેલ હતી અને વંડા સરકારી દવાખાને સારવાર માટે લાવતા ડોકટરે મનિષાને તપાસીને મૃત જાહેર કરેલ અને મનિષા કયા કારણોસર મૃત્યુ પામેલ તેવું વંડા પોલીસમાં જાહેર થયેલ છે.

સર્પદંશથી મોત

બાબરાના ચરખા ગામની સીમમાં લક્ષ્મણભાઇ માવજીભાઇ રાબોલીયાની વાડીએ ભાગીયો રાખેલ હોય જયાં ખેતરમાં મગફળી કાઢતા હતાં ત્યારે કૈલાશભાઇ ઇડાભાઇ વાતકર્લ મુ. મીરખવાડ, જી.જાલવાના જમાણા પગના પોચા ઉપર સર્પથી ડંખ દેતા સારવાર  દરમ્યાન મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થયેલ.

કુવામાં ડુબી જતા મોત

બગસરાના જુના વાઘાણીયામાં રહેતા બિજલ કરશનભાઇને વાડીમાં વિક્રમભાઇ બાવાભાઇ ડાંગર વાડીએ આટો મારવા ગયેલ તે દરમ્યાન કુવામાં અકસ્માતે પડી જવા પાણીમાં ડુબી જવાથી મોત થયાનું બગસરા પોલીસમાં જાહેર થયેલ છે. મરજનાર વિક્રમને પાંચ વર્ષથી બીમારી હોય જેની અલગ અલગ દવા ચાલુ હોય અને વાડીએ આટો મારવા ગયેલ ત્યારે આ ઘટના બની હતી. 

દાઝી જતા મોત

સાવરકુંડલા તાબેના આંબરડીમાં રહેતા મનિષાબેન મુકેશભાઇ ઘુરડા ઉ.વ.૩૦ પાંચ દિવસ પહેલા પોતાના ઘેરે રસોઇ બનાવતી વખતે પ્રાઇમસ પડી જતાં પેટ અને શરીરે દાઝી ગયેલ જેની સારવાર માટે સાવરકુંડલા અને અમરેલી બાદ રાત્રે અમરેલથી રાજકોટ સીવીલમાં લાવતા સારવાર દરમ્યાન મોત થયાનું સા.કુંડલા તાલુકા પોલીસમાં જાહેર થયેલ છે.

(12:52 pm IST)