સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

જુનાગઢના ભલગામમાં ભંગારનાર બે ડેલામાં તસ્કરો ખાબકયા

તસ્કરો પોલીસના હાથવેંતમાં

જુનાગઢ તા.રપ : જુનાગઢના ભલગામમાં ભંગારના ડેલામાં ખાબકી રૂ.ર૭ હજારના મુદામાલ ચોરી કરી ગયા હતા.

જુનાગઢના બીલખા પોલીસ સ્ટેશનના હેઠળના ભલગામમાં આવેલ કાસમ જમાલભાઇ મોઢીયા અને ફિરોઝભાઇના ભંગારના ડેલામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.

જેમાં તસ્કરો ૪૦ કિલો તાંબુ ર૦ કિલો પિતળ વગેરે મળી બંને ડેલામાંથી કુલ રૂ.ર૭ હજારના મુદામાલની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.

આ અંગે બીલખા પો.સ્ટે. કાસમભાઇએ ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એસ.કે. માલમ ચલાવી રહયા છે. જો કે  ક્રાઇમબ્રાંચે ભંગારના ડેલાના તસ્કરોને ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે.

(12:56 pm IST)