સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

વાંકાનેરમાં રાજવી પરિવાર દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર, અશ્વ, શમી પુજન કરાયું

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૬: વાંકાનેરમાં રાજ પરિવાર દ્વારા પરંપરાંગત વિજયા દશમીના પાવન દીને શસ્ત્ર પુજન-અશ્વ પુજન તથા શમી પુજન કરવામાં આવેલ.

વિજયા દશમીના શકિત પર્વ પ્રસંગે ક્ષત્રિયો શસ્ત્ર પુજન સહીતના પાવન કાર્ય બ્રહ્રદેવાના વૈદીક મંત્રોચ્ચાર સાથે પરંમપરા જાળવે છે. દર વર્ષ ક્ષત્રીય સમાજ દ્વારા સમુહ પુજન-નાત સહીતના પાવન કાર્ય થાય છે આ વર્ષ કોરોના મહામારી અને સરકારશ્રીની ગાઇડ લાઇન, સોશ્યલ ડીસ્ટન્ટીંગ વિગેરે બાબતોને ધ્યાનમાં રાખી સ્વયંમ રીતે ઘરે જ વિજયા દશમીની ઉજવણી-પુજન કાર્ય સંમ્પન્ન થયેલ.

વાંકાનેરમાં રાજવી પરિવાર દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે નામદાર મહારાણા રાજ સાહેબશ્રી દિગ્વીજયસિંહજી ઝાલાના સાનિધ્ય અને ઉપસ્થિતિમાં નામદાર યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાના વરદ્દ હસ્તે બ્રાહ્મદેવા દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે રાજ પેલેસમાં શસ્ત્ર પુજન, અશ્વ પુજન કરી વિજયા દશમનિા પાવન પર્વની રીત-રસમ ભકિતભાવ સાથે સમ્પન્ન થયેલ. આ પ્રશ્ને ક્ષત્રીય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)