સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

જુનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ ધોરણ ૯ થી ૧રની ઓનલાઇન પરીક્ષામાં મોખરે રહયાઃ ઉપાધ્યાય

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૬:સમગ્ર શિક્ષા ગુજરાત હોમ લર્નીગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળાની ઓનલાઇન પરીક્ષામાં જુનાગઢના વિદ્યાર્થીઓ જોડાયા અને સમગ્ર રાજયમાં મોખરે રહયા છે.

જિલ્લા શિક્ષણાધીકારી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યું હતું. ધો.૯ ની પરીક્ષામાં ગણીત વિષયમાં જુનાગઢ જિલ્લાના રપ૯૮ નવસારી જીલ્લામાં ર૧૩૧ વિદ્યાર્થી તથા વિજ્ઞાન વિષયમાં જુનાગઢ જિલ્લાના ર૭૪પ અને નવસારી જીલ્લા રર૦૩ વિદ્યાર્થીઓ તેમજ અંગ્રેજી વિષયમાં જુનાગઢ જીલ્લાના રર૪પ અને નવસારી જીલ્લા ૧૬૯૧ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઓનલાઇન જોડાય ભાગ લીધો હતો.

શ્રી ઉપાધ્યાયએ જણાવેલ કે ધો.૧૦ ગણીત વિષયમાં જુનાગઢ જિલ્લાના ૩૧૬૨ અને નવસારીના ૨૫૨૯ તેમજ વિજ્ઞાન વિષયમાં જુનાગઢ જિલ્લાના ૩૨૧૨ નવસારી જીલ્લા ૨૫૨૮ અને અંગ્રેજી વિષયમાં જુનાગઢ જિલ્લાના ર૬પ૯ નવસારી જીલ્લાના ર૦૬૮ વિદ્યાર્થીઓ જોડાયેલ.

ધોરણ ૧૨માં એકાઉન્ટ વિષયમાં જુનાગઢ જીલ્લાના ૭૬૩ તથા નવસારી જીલ્લાના ૭૪૩ તેમજ આંકડાશાસ્ત્ર વિષય જુનાગઢ જિલ્લાના પ૯૦ તથા નવસારી જીલ્લા ૬૪૨ વિદ્યાર્થી તથા ધો.૧ર ભૌતીક વિજ્ઞાન વિષયમાં નવસારી જીલ્લાના ૭૭પ અને જુનાગઢ જિલ્લાના ૩૭૦ અને રસાયણ વિજ્ઞાનમાં નવસારી જીલ્લા ૯૯૭ અને જુનાગઢના ૩૨૦ તેમજ ગણીતમાં જુનાગઢ જિલ્લાના ૪૦ અને જીવ વિજ્ઞાનમાં નવસારી જિલ્લાના ૨૧૮ જુનાગઢ જીલ્લાના પ૩ વિદ્યાર્થીઓ જોડાયને પરીક્ષા આપેલ જે બધા જ જિલ્લાની તુલનામાં સૌથી મહતમ સંખ્યા જુનાગઢ જિલ્લાની રહેલ અને વિદ્યાર્થીઓ મોખરે રહયા હતા.

(12:59 pm IST)