સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

સી.આર.પાટીલ લીંબડી-મોરબીના પ્રવાસે

રાજકોટ, તા., ૨૬: ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણી સંદર્ભે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ લીંબડી અને મોરબીના પ્રવાસે આવ્યા છે.

આજે સવારે ૧૦ં વાગ્યે મંદીપ હોલ,  રાજુભાઇ પટેલને જીન, બસ સ્ટેશન રોડ, લીંબડી ખાતે સવારે ૧૦ વાગ્યે જીલ્લા પંચાયત સીટીના ઇન્ચાર્જ અને શકિત કેન્દ્રના ઇન્ચાર્જ સાથે સી.આર.પાટીલની બેઠક યોજાઇ હતી.

ત્યાર બાદ બપોરે ૧૧ વાગ્યે ભાજપના મુખ્ય અગ્રણીઓ અને સંકલન સમીતીના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

જયારે બપોરે ર.૩૦ વાગ્યે મોરબી જીલ્લા પંચાયત સીટીના ઇન્ચાર્જ અને શકિત કેન્દ્રના ઇન્ચાર્જ સાથે સી.આર.પાટીલની હરભોલે હોલ, સનાળા રોડ, સરદાર બાગ સામે, મોરબી ખાતે બેઠક યોજાશે.

જયારે બપોરે ૩.૩૦ વાગ્યે ભાજપના મુખ્ય અગ્રણીઓ અને સંકલન સમીતીના સભ્યો સાથે બેઠક યોજાશે.

(12:51 pm IST)