સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

દેવભુમી જીલ્લામાં નવા ૯ કેસ ૧૩ ડીસ્ચાર્જ કોરોનાનો આંક ૯૦૦એ, ૪પ હજારથી વધુ ટેસ્ટ

ખંભાળીયા, તા., ૨૬: દેવભુમી દ્વારકામાં શનિ-રવિમાં હળવા પડી ગયેલા કોરોના મહામારીના નવા નવ કેસો બે દિ'માં નોંધાયા છે.

શનીવારના રોજ ભાણવડમાં ત્રણ તથા ખંભાળીયામાં એક નોંધાયા હતા જયારે રવીવારના રોજ ખંભાળીયામાં બે તથા દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુરમાં એક-એક કેસ નોંધાયા હતા.

 શનીવારે ખંભાળીયામાંથી ચાર તથા દ્વારકામાંથી એક મળી પાંચ ડિસ્ચાર્જ થયા હતા.

જયારે રવિવારે આઠ ડિસ્ચાર્જ થયા હતા. જેમાં ભાણવડમાં એક, દ્વારકામાં અને ખંભાળીયામાં ત્રણ-ત્રણ તથા કલ્યાણપુરમાં એક ડીસ્ચાર્જ થયા હતા.

સાત નવા કંટેટમેંટ ઝોન

ખંભાળીયામાં સામોર ભાણવડમાં શાક માર્કેટ રોડ, લાખાણી શેરી, શિવકૃપા સ્કુલ સામે ખંભાળીયામાં હરસિધ્ધીનગર, કાન દેવળીયા, નંદાણા વાડી વિસ્તાર કલ્યાણપુરમાં સાત નવા કંટેટમેંટ ઝોન જાહેર કરાયા હતા.

વધુ એક બીન કોવીદ મોત

ખંભાળીયા સહીત જિલ્લામાં આઠ કોવીદ તથા ૪૯ બીન કોવીદ કોરોનાથી મોત હતા જેમાં ગઇકાલે વધુ એક મોત થતા કુલ પ૮ નો આંક થયો છે તથા ૬૩ એકટીવ કેસ છે.

દેવભુમી દ્વારકામાં ખંભાળીયા તથા કલ્યાણપુર, દ્વારકા, ભાણવડ, વાડીનાર સહીતના ગામોની સરકારી હોસ્પીટલોમાં સંજીવની રથમાં વિ. દ્વારા અત્યાર સુધીમાં ૪પ૦૦૦ ઉપરાંતના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૯૦૦ જેટલા જ પોઝીટીવ આવેલા છે. આ નવસોમાંથી પણ કોવીદમાં ૮ તથા બીન કોવીદમાં પ૦ મળી કુલ પ૮ના મોત નિપજયા છે.

જો કે દેવભુમી દ્વારકા જિલ્લામાં હાલ  ૬૮ કેસ એકટીવ છે. પણ રીકવરી રેડ ૮૬ ટકા ઉપરાંતનો નોંધાયો છે જે પણ સારી બાબત ગણાય છે.

(12:53 pm IST)