સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 27th September 2020

જહાજ ડૂબતાં ૧૨ ખલાસીઓને કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા

કોસ્ટગાર્ડનું સૌથી ઝડપી રેસ્ક્યૂ : કોસ્ટગાર્ડે વહાણથી ૧૨ ખલાસીઓને સહીસલામત બચાવી લીધા છે, જ્યારે કૃષ્ણ સુદામા વહાણે જળ સમાધી લીધી છે

દ્વારકા,તા.૨૭ : ઓખાના દરિયા પાસે શનિવારે મોડી રાતે સૌથી ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું જેમાં ૧૨ જેટલા ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવ્યાં છે. ઓખાથી થોડે દૂર મધદરિયામાં રાતે ૧૧ વાગ્યાની આસપાસ એમએસવી કૃષ્ણ સુદામા વહાણ મધદરિયે ડૂબી રહ્યાંની માહિતી કોસ્ટગાર્ડને મળી હતી. જે બાદ કોસ્ટગાર્ડે આ વહાણમાંથી ૧૨ ખલાસીઓને સહીસલામત બચાવી લીધા છે. જ્યારે કૃષ્ણ સુદામા વહાણે જળ સમાધી લીધી છે. શનિવારે મોડી રાતે સ્જીફ કૃષ્ણ સુદામા બોટ ભારતીય સીમાની અંદર હતું અને અચાનક ડૂબવા લાગ્યું હતું. આ જહાજમાં ૯૦૫ ટન સામાન્ ભરેલો હતો. આ તમામ વેરવિખેર થઇને પાણીમાં તરતો હતો અને અંતે આ જહાજે પણ જળસમાધી લીધી છે. કોસ્ટગાર્ડની ડીએચક્યુ૧૫ યુનિટનું આ સૌથી ઝડપી રેસ્ક્યુ ગણવામાં આવે છે. કોસ્ટગાર્ડની ટીમે જહાજમાં સવાર ૧૨ લોકનાં જીવ બચાવ્યાં છે. આ ૧૨ લોકોમાંથી ૧૦ લોકો સુરત અને બે લોકો મુંદ્રાના હતા. આજે વહેલી સવારે આ ૧૨ લોકોને કોસ્ટગાર્ડની ટીમ ઓખા કોસ્ટગાર્ડ પર લાવી છે. હાલ તમામ લોકો સુરક્ષિત છે. શનિવારે મોડી રાતે એમએસવી કૃષ્ણ સુદામા બોટ ભારતીય સીમાની અંદર હતું અને અચાનક ડૂબવા લાગ્યું હતું.

(7:46 pm IST)