સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

જેતપુર-તાલુકામાંથી ર વર્ષમાં ઝડપાયેલ ૭૦ લાખના દારૂનો નાશ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૭ : જેતપુર શહેર-તાલુકા તેમજ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વર્ષ દરમ્યાન દારુની રેડ દરમ્યાન ઝડપાયેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો નાશ કરવાની પરવાનગી માંગવામાં આવતા તે મળી જતા આજે સાંજે ત્રણે પોલીસ સ્ટેશનનો કુલ ર૩૪૯૦ બોટલો કિ.રૂ.૭૦,૦૭,૯૩પ નો ડેકરવા ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીન ઉપર પાથરી ડે.કલેકટર રાજેશ, ડી.વાય.એસ.પી. સાગર બાગમાર, નશાબંધી ખાતાના ગોહિલ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ચલાવીનાશ કરવામાં આવશે.

(2:26 pm IST)