મોરબીમાં જયંતિભાઇને જીતાડવા ગાયત્રીબા વાઘેલાનો ડોર ટૂ ડોર લોક સંપર્ક
રાજકોટ : મહિલા કાર્યકરોની વિશાળ ઉપસ્થિતીમાં આજે મોરબી પેટે ચૂંટણી વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર જયંતિભાઇ પટેલના પ્રચારની કમાન સંભાળતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને લડાયક મહિલા નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મોરબીની મુખ્ય બજારોમાં પદયાત્રા યોજી ડોર ટૂ ડોર સંપર્ક કર્યો હતો. લોકોને ભાજપની રીતી,નીતી મોઘવારી બેરોજગારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો, રાજયની ભાજપ સરકારના રાજમા સ્ત્રીઓ ઉપર વધી રહેલા અત્યાચારો અને તાજેતરમાં મોરબી જીલ્લાના હળવદ તાલુકાના હાઇવે રોડ ઉપર લોકોની સુરક્ષા માટે ઉભી કરવામાં આવેલ પોલીસ રાવટીમાંજ ગુનેગારો દ્વારા અબળાની ઇજજત લુંટાવાનાં ઉઠતા મુદ્દા લોકોને યાદ કરાવી કયા મોઢે ભાજપના નેતાઓ મત માંગવા નિકળ્યા છે.? તેવા સવાલો ઉઠાવ્યા હતા પ્રજાના કરોડ રૂપિયાના ટેક્ષના ખર્ચે આ મોરબીની પેટા ચુંટણી થઇ રહી છે ત્યારે સત્ય અને અસત્યની આ લડાઇમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલનો વિજય નિશ્ચિત હોવાનો દ્રઢ વિશ્વાસ તેઓએ વ્યકત કર્યો હતો. આ લોકસંપર્કમાં ઉમેદવાર જયંતિભાઇ પટેલ, ધારાસભ્ય લલિતભાઇ કગથરીયા, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુમિતાબેન લોરીયા, મોરબી, મહિલા કોંગ્રેસ પ્રભારી પુજાબેન નકુમ, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન સોશ્યલ મીડીયા ઇન્ચાર્જ હીરલબેન રાઠોડ, સહીત રાજકોટ, જામનગર, મોરબીના આગેવાનો બહોળી સંખ્યામાં સાથે જોડાયા હતા.