સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

જુનાગઢમાં સીંગદાણાના ૮ વેપારી ઉપર રાજકોટ વેટના દરોડાઃ ૭૦ લાખની સ્થળ પર વસુલાત

૩ થી ૪ કરોડના દાણા રાજય બહાર ધકેલી દીધાઃ ર સ્થળે હજુ઼ તપાસ ચાલુ

રાજકોટ તા. ર૭: રાજકોટ વેટ તંત્રે સપાટો બોલાવી જૂનાગઢમાં સીંગદાણાના ૮ જેટલા બહુ મોટા અને જથ્થાબંધ પેઢી ધરાવતા વેપારીઓ ઉપર દરોડા પાડતા સન્નાટો પ્રસરી ગલયો છે. ડિવીઝન-૧૧ના જોઇન્ટ કમિશ્નર શ્રી ગુર્જરે સફળ ઓપરેશન હાથ ધરી-લીસ્ટ બનાવી દરોડા શરૂ કરાવ્યા હતા, જેમાં ૬ સ્થળે તપાસ પૂર્ણ થતા કુલ ૭૦ લાખની ટેક્ષ ચોરી ઝડપી લેવાયાનું અને સ્થળ ઉપર જ વસુલાત કરી લેવાયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું, તેમણે જણાવેલ કે ૮ માંથી ૬ સ્થળે તપાસ પૂર્ણ થઇ છે, અને હજુ ર સ્થળે તપાસ ચાલુ છે, ટેક્ષ ચોરીનો આંકડો ૧ કરોડ ઉપર વટાવી જશે, વેપારીઓએ ૩ થી ૪ કરોડ કે તેથી વધુ રકમના સીંગદાણા રાજય બહાર ધકેલી દીધાનું તપાસમાં બહાર આવ્યું છે, સીંગદાણા ઉપર પ ટકા ટેક્ષ હોવાનું અધીકારીઓએ ઉમેર્યું હતું.

જે વેપારીને ત્યાંથી વસુલાત થઇ તેમાં યોગી પ્રોટીન્સ-ર૩.પ૮ લાખ, પ્રમુખ પ્રોટીન્સ-ર૪ લાખ, કૈલાશ ઇન્ડસ્ટ્રીઝ-૧ર લાખ, દામોદર પ્રોટીન્સ-૧ર લાખ, સહિત કુલ ૭૧ લાખની વસુલાત થઇ છે, આ તમામ વેપારી જુનાગઢના હોવાનું બહાર આવ્યું છે.

(3:27 pm IST)