સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

શાપર-વેરાવળમાં બે બંધ મકાનમાંથી ૧.૨૪ લાખની મતાની ચોરીઃ તસ્‍કર સીસીટીવીમાં કેદ

રાજકોટ, તા., ૨૯: શાપર-વેરાવળમાં ધોળા દિ'એ તસ્‍કર બે બંધ મકાનને નિશાન બનાવી ૧.ર૪ લાખની મતા ચોરી કરી ગયો હતો. ચોરી કરનાર તસ્‍કર સીસીટીવી કેમેરામાં કૈદ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શાપર ગામમાં સોમનાથના ઓટા પાસે ભાડાના મકાનમાં રહેતા અને જોબવર્કનું કામ કરતા જીવાભાઇ કાબાભાઇ કામરીયા પરિવાર સાથે સંબંધીને ત્‍યાં વાસ્‍તુમાં ગયેલ ત્‍યારે બંધ મકાનના તસ્‍કરે તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી ૮૯,૫૦૦ની મતા ચોરી કરી ગયો હતો. તેમજ જીવાભાઇની શેરીમાં રહેતા અનીલભાઇના બંધ મકાનના તાળા તોડી તસ્‍કર ૩૫ હજારની રોકડ ચોરી જઇ બંન્ને મકાનમાંથી કુી ૧.ર૪ લાખની મતા ચોરી કરી ગયો હતો.

ચોરી કરનાર તસ્‍કર સીસીટીવી કેમેરામા઼ કૈદ થઇ ગયો છે. તસ્‍કરે મોઢે બુકાની બાંધી છે. આ અંગે જીવાભાઇ કામરીયાએ અજાણ્‍યા ઇસમ સામે ફરીયાદ કરતા શાપર-વેરાવળ પોલીસે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ ચલાવી રહયા છે.

 

(11:02 am IST)