વડીયામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
અમરેલી,તા. ૨૯: ગઇ કાલ રાત્રીનાં વડીયા ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમને હકીકત મળેલ કે, વડીયા ટાઉનમાં જી.ઇ.બી. રોડ ઉપર, રામાપીરનાં મંદિર પાસે રહેતા રાજુ ભાભલુભાઇ બોઘરા તથા ત્રુપેશ હરેશભાઇ કથીરીયા બન્ને વિદેશી દારૂનો જથ્થો પોતાનાં રહેણાંક મકાને ઉતારી હોન્ડા સીટી કાર નં. GJ.03.HK.0333 નીમાં હેરફેર કરી વેચાણ કરે છે તેવી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) રાજેશ બોઘરા, ઉ.વ.૩૪, (૨) ત્રુપેશ કથીરીયા, ઉ.વ.૨૩, રહે.બંને રામાપીરનાં મંદિર પાસેને વિદેશી દારૂની બોટલ નંગ – ૫૫, કિં.રૂ.૧૪,૮૫૦/- તથા હોન્ડા સીટી કાર નંબર GJ.03.HK.0333 કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૩, કિં.રૂ.૩,૦૦૦/- તથા રોકડા રૂ.૪૦,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૦૮,૩૫૦/- નો મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ વડીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. અને હાજર નહીં મળી આવેલ આરોપી મહીપત દેવકુભાઇ વાળાને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના મુજબ અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે.કરમટા તથા પી.એન.મોરી તથા એલ.સી.બી ટીમ દ્વારા કરવામા આવેલ છે.