Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ભારતીય મહિલા એમેચ્યોર બોકસર મેગ્નિફિસન્ટ મેરી કોમનો જન્મદિવસ

આજે ૧ માર્ચે ભારતીય મહિલા એમેચ્યોર બોકસર, મેગ્નિફિસન્ટ મેરી કોમનો જન્મ દિવસ છે. મેરી કોમનો જન્મ પૂર્વોત્તર રાજય મણિપુરમાં થયો હતો. ખેતરમાં માતા પિતાને મદદ કરવાની સાથે મેરી કોમ એપ્લેટિકસમાં ૪૦૦ મીટર દોડ અને જેવલિન થ્રોમાં રસ લેતી હતી, પણ ડિંગ કો સિંહ નામના ખેલાડીથી પ્રોત્સાહિત થઈ બોકિસંગમાં રસ લેવાનું શરૂ કર્યું. કોઈને પણ ઈર્ષ્યા થાય તેવી સિદ્ઘિઓ એમેચ્યોર મહિલા બોકિસંગમાં આ ખેલાડીએ મેળવી છે. એની સિદ્ઘિઓના સન્માનરૂપે ભારતના માનનીય રાષ્ટ્રપતિએ મેરી કોમની નિમણૂક રાજયસભાના સભ્યરૂપે કરી છે.

ઉપરાંત અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધીએવોર્ડ, પદ્મશ્રી, પદ્મ ભૂષણ, અને પદ્મ વિભૂષણ જેવાં એવોર્ડ્સ એને એનાયત થયા છે. મણિપુરના મુખ્યમંત્રીએ બીજી નવાજીશો સાથે મેરી કોમને મેગ્નિફિસર મેરી કોમ અને અદભુત મહિલા ખેલાડી તરીકે નવાજી છે. ઇમ્ફાલમાં એક રસ્તાનું નામ મેરી કોમ રોડ રખાયું છે. ત્રણ સંતાનોની માતા મેરી કોમે મહિલા બોકિસંગ સ્પર્ધા જીતી છે, જે વિક્રમ છે. આમાંની ૭ સ્પર્ધામાં એને ચંદ્રકો મળ્યા છે. તે એક માત્ર મહિલા ખેલાડી છે, જેણે ૮ વખત આ સ્પર્ધા જીતી છે. એક માત્ર મહિલા ભારતીય બોકસર છે, જેણે ૧ કિલોગ્રામની કેટેગરીમાં ભારત માટે ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.(૨૧.૨૪)

- લેખન : ડો. સચિન જે. પીઠડીયા

(2:46 pm IST)