Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પંજાબ સામે ચોગ્ગો ફટકારતા રોહિત શર્મા 5000 રનની કલબમાં સામેલ: વિરાટ અને રૈના પછી ત્રીજો ખેલાડી

રોહિત શર્માએ તેના કેરીયરની એક સિધ્ધી હાંસલ કરી

મુંબઈ :આજે ગુરુવારે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીમય પર મુંબઈ ઈન્ડીયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમો વિજય માર્ગ પર ટીમને લઈ જવા માટે પ્રયાસ સાથે મેદાનમાં ઉતરી છે. આ મેચ દરમ્યાન કેટલાક ખેલાડીઓ પોતાની કારકીર્દીના વિશેષ મુકામને પણ સર કરવાની નજીક રહ્યા છે. જેમાં આજની મેચમાં મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 લીગમાં વ્યક્તિગત 5 હજાર રન પુરા કરી લીધા છે. જો કે આ ઉપલબ્ધી માટે ગત મેચમાં જ રાહ જોવાઈ રહી હતી અને જેમાં રોહિત શર્મા નિષ્ફળ રહ્યો હતો. જો કે આજની મેચમાં ચોગ્ગો ફટકારતા જ રોહિત શર્માએ તેના કેરીયરની એક સિધ્ધી હાંસલ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે રમાયેલી મુંબઈની મેચમાં ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનોની નિષ્ફળતાની માફક જ રોહિત શર્મા પણ બેટીંગમાં નાકામીયાબ રહ્યા હતા.

(9:18 pm IST)