Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

નદાલે પહેરી ૭.૩ કરોડની ઘડિયાળ

સ્પેનનો સુપરસ્ટાર ટેનિસ-પ્લેયર રફાલ નડાલ -અત્યારે ફ્રેન્ચ ઓપન ટેનિસ-ટુનાસ્મેન્ટ ગજાવી રહ્યો છે. ૧૨ વાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ચૂકેલો નડાલ આ વખતે એના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જોકે હમણાં તે જુદા કારણોસર ચર્ચામાં છે.

ફ્રેન્ચ ઓપનમાં નડાલ ૭.૩ કરોડ રૂપિયાની કસ્ટમ-મેડ વોચ પહેરીને રમતો જોવા મળ્યો છે. આ વોચનું વજન માત્ર ૩૦ ગ્રામ છે અને તે કાર માટે વાપરતા મેટલમાંથી બનાવવામાં આવી છે.

સ્વિચ બ્રેન્ડ રિચર્ડ માઇલ સાથેની ડીલરૂપે નડાલ આ વોચનું પ્રદર્શન કરી રહ્યો છે. લિમિટેડ એડિશનની આ વોચના માત્ર ૫૦ પીસ તૈયાર કરવામાં આવ્યા છે.

(10:20 am IST)