Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ભારતીય બોક્સરો ટ્રેનિંગ અને ટુર્નામેન્ટ માટે જશે ઇટલી અને ફ્રાન્સ

નવી દિલ્હી: ભારતની પસંદ કરાયેલ મહિલાઓ અને પુરુષો  બોક્સરો 52 દિવસની તાલીમ માટે અને ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં ભાગ લેવા ઇટાલી અને ફ્રાન્સ જશે.  1.31 કરોડના કાર્યક્રમને સરકારે મંજૂરી આપી દીધી છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાંઇ) બુધવારે એક નિવેદન જારી કરીને અંગે માહિતી આપી છે. ભારતના 28 સભ્યોની ટુકડી બંને દેશોની મુલાકાત લેશે, જેમાં 10 પુરૂષ બોક્સર અને મહિલા બોક્સરનો સમાવેશ થાય છે. સિવાય કોચિંગ સ્ટાફ પણ શામેલ છે. તમામની કોવિડ -19 ટેસ્ટ પણ લેવામાં આવશે. ટીમમાં અમિત પંગલ, આશિષ કુમાર, સતિષ કુમાર, સિમરનજીત કૌર, લવલિના બોરગોહેન અને પૂજા રાની છે. તે બધાએ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી લીધા છે. સિવાય પુરુષોને 57, 81, 91 કિલો કેટેગરીમાં ભારતને 57 કિલો 81 માં ક્વોટા મળ્યો નથી, પરંતુ તમામ કેટેગરીના બોક્સરો ટીમનો ભાગ બનશે. પુરુષની ટીમમાં આઠ લોકો સાથે કોચ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થશે. મહિલા ટીમ સાથે કોચ અને સપોર્ટ સ્ટાફ સહિત ચાર લોકો હશે.ભારતીય ટુકડી 15 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર દરમિયાન ઇટાલીના એસિસીમાં તાલીમ લેશે. 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ફ્રાન્સમાં યોજાનારી એલેક્સિસ વેસ્ટાઇન ટૂર્નામેન્ટમાં પણ ટુકડીના 13 બોકર્સ ભાગ લેશે.

(5:37 pm IST)