Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ટીમ ઇન્‍ડિયાના બેટસમેનો ફેઇલઃ કાંગારૂઓ જોરમાં

સિડની ટેસ્‍ટ દિવસ-૩: ભારત ૨૪૪/૧૦, ઓસ્‍ટ્રેલીયા બીજા દાવમાં ૧૦૩/૨, કુલ ૧૯૭ રનની લીડ : ભારતીય ટીમમાં ઇન્‍જરીનો સિલસિલો ચાલુ, જાડેજા અને પંતને પણ ઇજાઃ ટેસ્‍ટ ક્રિકેટના ઇતિહાસમાં પુજારાની સૌથી ધીમી ફિફટીઃ બીજા દાવમાં અશ્‍વિન અને સિરાજને ૧-૧ વિકેટ

સિડનીઃ ત્રીજા ટેસ્‍ટના ત્રીજા દિવસે ભારતીય બેટસમેનોએ નિરાશ કર્યા હતા. આખી ટીમ ૨૪૪ રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતુ. તો બીજા દાવમાં પણ ઓસ્‍ટ્રેલીયાએ ૨૯ ઓવરમાં બે વિકેટે  ૧૦૩ રન બનાવી લીધા છે. ફુલ લીડ ૧૯૭ રનની થઇ ગઇ છે. દરમિયાન ટીમ ઇન્‍ડિયામાં ઇજાનો સીલસીલો જારી છે. બેટીંગ  દરમિયાન જાડેજા અને  પંત પણ ઇજાગ્રસ્‍ત બન્‍યા છે પંતના બદલે સહાએ વિકેટ કીપીંગ કર્યું હતુ.

 મેચના બીજા દિવસે ગઇકાલે ઓસ્‍ટ્રેલિયાની ઈનિંગ ૩૩૮ રને પૂર્ણ થઈ હતી જેની સામે ભારતે બીજા દિવસની રમતના અંતે ૨ વિકેટે ૯૬ રન બનાવ્‍યા હતા. આજે ત્રીજા દિવસે ભારતે આગળ રમવાનું શરૂ તો કર્યું પરંતુ ઓસ્‍ટ્રેલિયન બોલરોના આક્રમણને ઝીલી ન શકતાં આખી ટીમ ૨૪૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્‍ટ્રેલિયાને ૯૪ રનની લીડ મળી ગઈ હતી.

આજે ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી નહોતી અને કેપ્‍ટન અજિંકય રહાણે ૨૨ રન બનાવીને પેટ કમિન્‍સના બોલિંગમાં બોલ્‍ડ થયો હતો. હનુમા વિહારીના રૂપમાં ભારતને બીજો ઝટકો લાગ્‍યો જ્‍યારે ૪ રનના સ્‍કોર પર તે રનઆઉટ થઈને પરત ફર્યો હતો. પુજારાએ ૧૭૪ બોલ રમીને પોતાની અર્ધસદી બનાવી હતી જે ટેસ્‍ટ ઈતિહાસમાં કોઈ પણ બેટસમેન દ્વારા બનાવવામાં આવેલી સૌથી ધીમી અર્ધસદી છે.

 ત્‍યારબાદ જોશ હેઝલવુડે ભારતીય ટીમને જોરદાર ઝટકો આપતાં ૩૬ રને રમી રહેલા પંતને આઉટ કર્યો હતો તો કમિન્‍સે ચેતેશ્વર પુજારાની વિકેટ ખેડવી નાખતાં ભારતીય ટીમ મુશ્‍કેલીમાં મુકાઈ ગઈ હતી. આ પછી આર.અヘનિ ૧૦ રન બનાવીને પેવેલિયન ફર્યો હતો તો નવદીપ સૈની પણ ક્રિઝ જાળવી શકયો નહોતો. જસપ્રિત બુમરાહ ભારતીય ઈનિંગમાં રનઆઉટ થનારો ત્રીજો ખેલાડી બન્‍યો હતો. જ્‍યારે મોહમ્‍મદ સીરાજ ૬ રન બનાવી આઉટ થતાં ટીમ ઈન્‍ડિયાની ઈનિંગનો અંત આવ્‍યો હતો. ભારત વતી રવીન્‍દ્ર જાડેજા ૨૮ રન બનાવીને અણનમ રહ્યો હતો. બોલિંગમાં ઓસ્‍ટ્રેલિયાના પેટ કમીન્‍સે ૪, હેઝલવુડે બે અને મીચેલ સ્‍ટાર્કે એક વિકેટ ખેડવી હતી.

 ભારતીય ટીમને સિડની ટેસ્‍ટના ત્રીજા દિવસે મોટો ઝટકો લાગ્‍યો છે. મેચ દરમિયાન વિકેટકિપર ઋષભ પંત ઈજાગ્રસ્‍ત થઈ જતાં તેને મેચમાંથી બહાર થવું પડ્‍યું હતું. પેટ કમીન્‍સનો અત્‍યંત ઝડપી બોલ પર પંતને ઈજા પહોંચી હતી. આ પછી તે બે રન બનાવીને આઉટ થયો હતો અને તેને સ્‍કેન માટે લઈ જવાયો હતો. બીજી ઈનિંગમાં ફિલ્‍ડિંગ માટે શાહાએ પંતની જગ્‍યાએ વિકેટકિપિંગની જવાબદારી સંભાળી હતી.

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ્સ : ૩૩૮

ભારત પ્રથમ ઈનિંગ્સ :

રોહિત શર્મા

કો એન્ડ બો. હેઝલવુડ

૨૬

ગિલ

કો. ગ્રીન બો. કમિન્સ

૫૦

પુજારા

કો. પેની બો. કમિન્સ

૫૦

રહાણે

બો. કમિન્સ

૨૨

વિહારી

રનઆઉટ

રિષભ પંત

કો.વોર્નર બો.હેજલવુડ

૩૬

રવિન્દ્ર જાડેજા

નોટઆઉટ

૨૮

અશ્વિન

રનઆઉટ

૧૦

નવદીપ સૈની

કો.વાડે બો.સ્ટાર્ક

બુમરાહ

રનઆઉટ

સિરાજ

કો.પેની બો.કમિન્સ

વધારાના

 

૦૯

કુલ

(૧૦૦. ઓવરમાં ૧૦ વિકેટે)

૨૪૪

પતન  : -૭૦, -૮૫, -૧૧૭, ૧૪૨-, ૧૯૫-, ૧૯૫-, ૨૦૬-, ૨૧૦-, ૨૧૬-, ૨૪૪-૧૦.

બોલિંગ : સ્ટાર્ક : ૧૯--૬૧-, હેઝલવુડ : ૨૧-૧૦-૪૩-, કમિન્સ : ૨૧.-૧૦-૨૯-, લિયોન : ૩૧--૮૭-, લોબુશન : --૧૧-, કેમરોન ગ્રીન : --૧૧-.

ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ્સ :

ડેવિડ વોર્નર

એલબી. અશ્વિન

૧૩

પુકોવસ્કી

કો (સબ) સહા બો. સિરાજ

૧૦

લોબુશન

નોટઆઉટ

૪૭

સ્મીથ

નોટઆઉટ

૨૯

વધારાના

 

૦૪

કુલ

(૨૯ ઓવરમાં બે વિકેટે)

૧૦૩

પતન  : -૧૬, -૩૫.

બોલિંગ : બુમરાહ : --૨૬-, સિરાજ : --૨૦-, નવદીપ સૈની : --૨૮-, અશ્વિન : --૨૮-.

(7:35 pm IST)