Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

બેટ્‍સમેનોએ રંગ રાખ્‍યો : સિડની ટેસ્‍ટ ડ્રો

ઓસ્‍ટ્રેલિયા પ્રથમ દાવ ૩૩૮/૧૦, ભારત ૨૪૪/૧૦ : ઓસ્‍ટ્રેલિયા બીજો દાવ ૩૧૨/૬ ડિકલેર, ભારત ૩૩૪/૫ : પંતે ૯૭ રન ફટકાર્યા, સદી ચૂક્‍યો, ચેતેશ્વરની ૭૭ રનની મેરેથોન ઈનિંગ : વિહારી - અશ્વિને કાંગારૂઓને દાદ ન આપી

નવી દિલ્‍હી : સિડની ટેસ્‍ટ મેચ ડ્રોમાં પરિણમ્‍યો છે. ૪૦૮ રનના ટાર્ગેટ સામે ભારતે ૫ વિકેટે ૩૩૮ રન બનાવતા ટેસ્‍ટ ડ્રોમાં પરિણમ્‍યો હતો.

ઓસ્‍ટ્રેલિયા અને ભારત વચ્‍ચેની આ ટેસ્‍ટ મૅચ હજુ પણ ૧-૧ની બરાબરી પર છે. આ સિરીઝ જીતવા માટે બંને ટીમ બ્રિસ્‍બેનમાં જોર લગાવશે. મેજબાને ભારત સામે જીતવા માટે ૪૦૭ રનનો લક્ષ્ય રાખ્‍યો હતો જેના જવાબમાં પાંચમાં દિવસે ૯૦ ઓવર રમ્‍યા હતા.

ઓસ્‍ટ્રેલિયા અને ભારત વચ્‍ચેની ટેસ્‍ટ મૅચ રસપ્રદ બની હતી. એક સમય હતો જ્‍યારે દરેક લોકોએ માની લીધુ હતું કે ભારતના હાથમાંથી આ ટેસ્‍ટ મેચ જઇ રહી છે પરંતુ પુજારા અને પંતે ૧૪૮ રન કરીને આશા જગાવી. બંનેએ ધીમી પરંતુ જવાબદારીપૂર્ણ મેચ રમી હતી. જે બાદ ભારતીય ટીમે ૨૪૪ રન બનાવ્‍યા હતા.

ચોથા દિવસે ભારતે ૯૮ રન પર રોહિત શર્મા અને શુભમન ગીલના રૂપમાં બે ક્રેકેટર ગુમાવી દીધા બાદમાં અજીંકય રહાણે પાંચમાં દિવસે આઉટ થઇ ગયા હતા. જે બાદ પંત અને પુજારાએ ૧૦૦ રન ફટકારીને ભારતની જીત પાક્કી કરી લીધી હતી.

બેટ્‍સમેન આઉટ થયા ત્‍યારે ફેન્‍સ પણ નિરાશ થયા હતા કે હવે આ મેચ આપણા હાથમાંથી ગઇ પરંતુ હનુમા વિહારી અને અશ્વિને ક્રીઝ પર જોરદાર પફોર્મ કર્યુ હતુ.

પંતે શાનદાર બેટિંગ કરતા ૧૧૮ બોલમાં ૧૨ ચોગ્‍ગા અને ત્રણ છગ્‍ગા માર્યા હતા, નાથન લાયને પંતની વિકેટ લઇ લીધી હતી. પંત શતક લગાવવા માટે મોટો શોટ રમવાનો પ્રયત્‍ન કરવા ગયો પરંતુ તેને ૯૭ રને પેવેલિયન ભેગુ થવુ પડ્‍યુ હતુ.

આ પહેલા સવારે ભારતે ૨ વિકેટ પર ૯૮ રન બનાવ્‍યા હતા. ઓસ્‍ટ્રેલિયાની શરૂઆત ખુબ જ સરસ રહી હતી. જ્‍યારે લાયને બીજા જ ઓવરમાં ભારતીય કેપ્‍ટન રહાણેની વિકેટ લીધી હતી. જે બાદ ભારતે પંતને મોકલવાનો નિર્ણય કર્યો હતો.

આજે પંતે ચોમેર ફટકાબાજી કરી હતી. તેણે ૧૧૮ બોલમાં ૧૨ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગાની મદદથી ૯૭ રન ફટકાર્યા હતા. તે સદી ફટકારી શકયો ન હતો. તો ચેતેશ્વરે ૨૦૫ બોલમાં ૧૨ ચોગ્‍ગા સાથે ૭૭ રન ફટકારી મેરેથોન ઈનિંગ રમી હતી. અંતે વિહારી ૨૩ અને અશ્વિન ૩૯ રને નોટઆઉટ રહ્યા હતા. ૪૦૭ રનના ટાર્ગેટ સામે ભારતે ૧૩૧ ઓવરમાં ૫ વિકેટે ૩૩૪ રન બનાવ્‍યા હતા અને મેચ ડ્રો પરિણમ્‍યો હતો. ચાર ટેસ્‍ટ મેચની સીરીઝ ૧-૧ બરાબરી ઉપર છે.

(4:52 pm IST)
  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,447 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,79,879 થઇ :એક્ટિવ કેસ 2,13,546 થયા: વધુ 18,502 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01 ,10,634 થયા :વધુ 166 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,364 થયો access_time 1:00 am IST

  • ત્રણ નવા કૃષિ કાનૂનના વિરોધમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી દિલ્હીની સરહદે દેખાવો કરી રહેલા કિસાનોને સમર્થન દેતા ચેન્નઈના પેરુમલ નામના ખેડૂતે આત્મહત્યા કરી છે. access_time 9:01 pm IST