Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોની સદી પૂર્ણ : 100 ગોલ કરનાર દુનિયાનો બીજા નંબરના ખિલાડી બન્યો

પોર્ટુગલની નેશનલ લીગમાં સ્વીડનને હરાવ્યા બાદ આ સિદ્ધિ મેળવી

નવી દિલ્હી : સ્ટાર ફૂટબોલ ખિલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે આંતરરાષ્ટ્રીય ફુટબોલ મેચમાં 100 ગોલ કરનારા દુનિયાના બીજા નંબરના ખિલાડી બની ગયા છે. રોનાલ્ડોએ આ સિદ્ધિ પોર્ટુગલની નેશનલ લીગમાં સ્વીડનને હરાવ્યા બાદ મેળવી હતી. આ પહેલા ઈરાનના સ્ટ્રાઈકર અલી દેઈના ખાતામાં 109 ઉપર ગોલ કરવાનો રેકોર્ડ છે. આ સાથે રોનાલ્ડો તેમનો રેકોર્ડ તોડવામાં હવે 9 ગોલ જ દૂર છે.

આ સિદ્ધિ વિશે વાત કરતા રોનાલ્ડોએ જણાવ્યુ હતુ કે 100 ગોલ કરવાની સિદ્ધિ મેળવવામાં હું સફળ રહ્યો છું. હવે હું નવા રેકોર્ડ માટે તૈયાર છું. બસ તે થોડા ડગલા જ દૂર છે. પરંતુ તેને લઈને હું જનૂની નથી કારણ કે રેકોર્ડ સ્વાભાવિક રીતે જ બની જતા હોય છે.

(5:43 pm IST)