Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઓસ્ટ્રેલીયાએ ઈંગ્લેન્ડને ૧૯ રને હરાવ્યુ

પ્રથમ વન-ડેઃ ઓસ્ટ્રેલીયા ૨૯૪ /૯, ઈંગ્લેન્ડ ૨૭૫/૯ : સેમ બિલીંગ્સની સદી (૧૧૮ રન) એળે ગઈઃ આવતીકાલે બીજો વન-ડે

ઓલ્ડટ્રેફર્ડઃ ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં યજમાન ઈંગ્લેન્ડને ૧૯રનથી હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૯૪ રન બનાવ્યા, જવાબમાં ઈંગ્લેન્ડ ટીમ ૯ વિકેટ ગુમાવી ૨૭૫ રન જ બનાવી શકી હતી. શાનદાર બોલિંગ કરનાર જોશ હેઝલવુડને મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ઈંગ્લેન્ડે ટોસ જીતી ઓસ્ટ્રેલીયાને દાવમાં ઉતારતા મેકસવેલ ૭૭, મિએલ માર્શ ૭૩ અને સ્ટોઈનીસના ૪૩ રનની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટ ૨૯૪ રન બનાવ્યાા હતા. માર્કવૂડ ૩, જોફ્રા આર્ચર ૩ અને અદિલ રશીદે ૨ વિકેટ લીધી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડના સેમ બિલીંગ્સના ૧૧૮, જોની બેરસ્ટો ૮૪ અને મોર્ગને ૨૩ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૫ રન જ બનાવી શકી હતી. એડમ ઝેમ્પા ૪, હેઝલવૂડ ૩ અને મિચેલ માર્શે ૧ વિકેટ લીધી હતી.

આમ ઓસ્ટ્રેલીયાનો ૧૯ રને વિજય થયો હતો. બીજો મેચ આવતીકાલે રમાશે. જેનું સોનીમાં જીવંત પ્રસારણ સાંજે ૫:૩૦ વાગ્યાથી થશે.

(2:23 pm IST)