Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોલકત્તા નાઇટ રાઇડર્સએ અમેરિકાના ફાસ્‍ટ બોલર અલી ખાનને હેરી ગર્નીના સ્‍થાને ટીમમાં સમાવેશ કર્યો

નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સએ 29 વર્ષના અમેરિકી ફાસ્ટ બોલર અલી ખાનને હેરી ગર્નીના સ્થાન પર ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડનો ગર્ની ખભાની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ કારણે તે પાછલા મહિને ઈંગ્લેન્ડની વેટાલિટી બ્લાન્ટમાં પણ રમી શક્યો નથી. ખાન આઈપીએલમાં સામેલ થનાર પ્રથમ અમેરિકી ખેલાડી બની ગયો છે.

અલીએ સીપીએલ 2020માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કેરેબિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીતનારી TKR અને કેકેઆરની માલિકી વાળી કંપની એક જ છે. સિનેમા સુપર સ્ટાર શાહરૂખ ખાન બંન્ને કંપનીના માલિક છે.

ત્રિનબાગોએ સીપીએલમાં તમામ 12 મેચ જીતીને ટાઇટલ કબજે કર્યું. શાહરૂખે તસવીરો પોસ્ટ કરીને પોતાના ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. અલી ખાને ત્રિનબાગો અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની સાથે પ્લેનની અંદરથી એક ફોટો શેર કર્યો જેનું કેપ્શન હતું, 'આગામી સ્ટોપ દુબઈ.'

ખાન સીપીએલના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં સામેલ રહ્યો. છેલ્લા ત્રણ વર્ષથી તે વિશ્વભરમાં ટી20 લીગ રમે છે. તે કેકેઆરના સ્ટેન્ડબાય રડાર પર પાછલા વર્ષે પણ હતો. આ વર્ષે તેણે સીપીએલમાં આઠ મેચોમાં 7.43ની ઇકોનોમીની સાથે 8 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનના પંજાબના અટકમાં જન્મેલો અલી 18 વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતાની સાથે યૂએસએ ચાલ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. ખાનની ખાસિયત તેની ઝડપ છે. તે સતત 140ની સ્પિડથી બોલિંગ કરે છે. તે હંમેશા અંતમાં બોલિંગ કરે છે. ખાનની યોર્કરને દમદાર માનવામાં આવે છે.

અલીની વાત કરીએ તો તેને ડ્વેન બ્રાવો સીપીએલમાં લઈને આવ્યો હતો. બ્રાવો અને તેની મુલાકાત ગ્લોબલ ટી20 કેનેડામાં થઈ હતી. અલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં પણ રમી ચુક્યો છે.

(5:12 pm IST)