Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ટીમની બેટીંગ ચિંતાજનક, ઘણા ફેરફાર કરવા પડશે, મોટા શોટ ફટકારવા પડશે

આ વખતે ધોનીની ટીમનું નિરાશાજનક પ્રદર્શન ચાહકો નિરાશ

દુબઈ : ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં -૦.૫૮૮ રનરેટ સાથે છઠ્ઠા ક્રમે છે. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સાતમાંથી એ માત્ર બે મેચ જીતી શકી છે. મારા મતે અમારે ઘણા ફેરફાર કરવા પડશે. મોટા શોર્ટ લગાડવા પડશે. લોઅર ઓર્ડરના બેટ્સમેન પર પ્રેશર ન આવે એ માટે છેલ્લી કેટલીક ઓવરમાં મોટા શોર્ટ ફટકારતા વિકેટ પડી જાય તો પણ વાંધો નથી. તમે ખેલાડીને ગમે એટલો કોન્ફીડન્સ આપો, પણ તેઓ પણ પોતાના હિસાબે રમવાની એક અલગ યોજના ધરાવતા હોય છે.

(3:58 pm IST)