Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલીયાને ૨૪ રને હરાવ્યુ

બીજો વન ડેઃ ઈંગ્લેન્ડ ૨૩૧ /૯: ઓસ્ટ્રેલીયા ૨૦૭માં ઓલઆઉટ : ઓસ્ટ્રેલીયા મધ્યમ હરોળની બેટીંગ લાઈનઅપ ધરાશાયીઃ સિરીઝ ૧-૧ની બરાબરી ઉપરઃ બુધવારે અંતિમ મુકાબલો

ઓલ્ડટ્રેફર્ડઃ ઈંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને ૨૪ રનથી હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૨૩૧ રન જ બનાવી શકી હતી અને ટાગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલીયન ટીમે એક સમયે ૩૧ ઓવરમાં ૨ વિકેટે ૧૪૩ રન બનાવી લીધા હતા પરંતુ ત્યાર બાદ યજમાન ટીમે શાનદાર વાપસી કરતા મેચ પોતાના નામે કરી લીધો હતો.

ઈંગ્લેન્ડે પ્રથમ દાવ લેતા ૫૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૨૩૧ રન બનાવ્યા હતા. જેમાં મોર્ગન ૪૨, જો રૂટ ૩૯ અને ટોમ કપુરને ૩૭ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલીયાના એડમ ઝેમ્યા ૩, સ્ટાર્ડ ૨ અને હેઝલવૂડે ૧ વિકેટ લીધી હતી.

જવાબમાં ઓસ્ટ્રેલીયાની ટીમ ૨૦૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ફિન્ચે ૭૩, લબુસચંગે ૪૮ અને એલેકસ કેરેએ ૩૬ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલીયાની મધ્યમ હરોળ ધરાશાયી બની ગયું  હતું. ક્રિસ વોકસ, જોફ્રા આર્ચર અને સેમ કયુરને ૩-૩ વિકેટો ઝડપી હતી. જોફ્રા આર્ચરને  મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવેલ.

પ્રથમ વન-ડે ઓસ્ટ્રેલીયાએ જીતી લીધા બાદ બીજો મેચ ઈંગ્લેન્ડ જીત્યા બાદ સિરીઝ ૧-૧ની બરાબરી ઉપર છે. ત્રીજો અને અંતિમ મેચ તા.૧૬ના સાંજે ૫ :૩૦ વાગ્યાથી શરૂ થશે.

(3:43 pm IST)