Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

દુબઇ ઇન્‍ટરનેશનલ સ્‍ટેડિયમમાં દિલ્‍હી કેપિટલ્‍સ અને રાજસ્‍થાન રોયલ્‍સ ફરી એકવાર આમને-સામનેઃ સ્‍ટીવ સ્‍મિથની આગેવાનીમાં રાજસ્‍થાન રોયલ્‍સ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે

દુબઈઃ આઈપીએલનો બીજો હાફ શરૂ થઈ ગયો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ એકવાર ફરી આમને-સામને હશે અને સ્ટીવ સ્મિથની આગેવાની વાળી રાજસ્થાન આ મેચમાં પાછલી હારનો બદલો લેવા ઈચ્છશે. બંન્ને ટીમો નવ ઓક્ટોબરે શારજાહમાં ટકરાઈ હતી, જ્યાં દિલ્હીએ 46 રનથી જીત મેળવી હતી.

સ્ટોક્સે આ સીઝનમાં વધુ મેચ રમી નથી. હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્ટોક્સનું પ્રદર્શન સામાન્ય રહ્યુ હતું. સ્ટોક્સને ટીમે ઓપનિંગ કરવાની તક આપી પણ તે પાંચ રન બનાવી આઉટ થઈ ગયો હતો. બોલિંગમાં પણ માત્ર એક ઓવર ફેંકી હતી.

સ્ટોક્સ તે સમયે ક્વોરેન્ટાઇનમાંથી આવ્યો અને એક દિવસની પ્રેક્ટિસ બાદ મેદાન પર ઉતરી ગયો હતો. તેથી લવમાં આવતા થોડી વાર લાગશે. તે દિલ્હી સામે પોતાની લય હાસિલ કરી લેશે તો વિરોધી ટીમ માટે ખતરો બની શકે છે.

સ્ટોક્સ ઈનિંગની શરૂઆત કરશે કે નહીં તે જોવાનું રહેશે પરંતુ રાજસ્થાન માટે તે સારૂ છે કે સ્ટોક્સ મધ્યમક્રમાં બેટિંગ કરી કે નિચલા ક્રમમાં. સંજૂ સેમસનનું સતત ખરાબ પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય છે. શરૂઆતી મેચોમાં દમદાર બેટિંગ કર્યા બાદ તેનું બેટ શાંત છે. જોસ બટલર અને સ્ટીવ સ્મિથ એવા બે બેટ્સમેન છે જે રાજસ્થાનનું ભાગ્ય બદલી શકે છે.

પાછલી મેચમાં રાહુલ તેવતિયા અને રિયાન પરાગે હૈદરાબાદના હાથે આવેલી મેચ છીનવી લીધી હતી, જેથી બંન્નેના આત્મવિશ્વાસમાં વધારો થયો હશે, પરંતુ નિરંતરતા બનાવી રાખવી તેવતિયા માટે પડકાર છે અને પરાગ માટે પણ.

બોલિંગમાં જોફ્રા આર્ચરને સ્ટોક્સનો સાથ મળશે તો આ ઈંગ્લિશ જોડી દિલ્હીના મજબૂત બેટિંગ ક્રમને રોકવાની તાકાત રાખે છે. દિલ્હીને આ મેચમાં રિષભ પંતની ખોટ પડી શકે છે જે લગભગ એક સપ્તાહ માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને એલેક્સ કેરી ઝડપથી રન બનાવી શકે છે પરંતુ પંતનો અંદાજ અલગ છે અને જે રીતે પંત બેટિંગ કરે છે તે ટીમને ખુબ ઉપયોગી છે.

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ટીમને પંતની ખોટ પડી હતી અને ટીમ એટલો સ્કોર ન બનાવી શકી જેટલો જરૂર હતી. હા પાછલી મેચમાં દિલ્હી માટે સારી વાત રહી કે શિખર ધવન ફોર્મમાં પરત આવી ગયો છે. તે 69 રન બનાવી અણનમ રહ્યો હતો. પૃથ્વી શો અને કેપ્ટન અય્યર પણ સારી બેટિંગ કરી રહ્યાં છે. તો નિચલા ક્રમમાં સ્ટોયનિસ ઉપયોગી સાબિત થયો છે. બોલિંગમાં તો કગિસો રબાડા અને એનરિક નોર્ત્જેની જોડીએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તો સ્પિનમાં અશ્વિન અને અક્ષર પટેલ કમાલ કરી રહ્યાં છે.

રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.

દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, શિમરોન હેટ્માયર , માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે.

(4:55 pm IST)