Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગેરકાયદે ગોલ્‍ડ ભારત લાવવાના ગુન્‍હામાં ડીઆરઆઇએ કાર્યવાહી કરતા ભારતીય ક્રિકેટર કૃણાલ પંડયાની સોશ્‍યલ મીડિયામાં ભારે મજાક ઉડી

નવી દિલ્હી: આઇપીએલ 2020 (IPL 2020)માં મુંબઇ ઇન્ડિયન્સ (MI)એ ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. મુંબઇ પ્રથમ એવી ટીમ છે જેણે 5 વખત આઇપીએલ સિઝનમાં જીત હાંસલ કરી છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ લગભગ તમામ ખેલાડીઓ તેમના ઘરે જવા રવાના થયા અને કેટલાક ખેલાડીઓ એક દિવસ બાદ પરત ફર્યા હતા. એવામાં મુંબઇ ઇન્ડિયન્સના કૃણાલ પંડ્યા પણ થોડા દિવસ બાદ યૂએઈથી પરત ભારત ફર્યો હતો.

12 નવેમ્બરના કૃણાલ પંડ્યા યૂએઈથી પરત મુંબઇ પર્યો હતો ત્યારે મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. કૃણાલ પાસે ગેરકાયદેસર રીતે ગોલ્ડ ભારત લાવવાના આરોપમાં ડીઆરઆઇએ રોક્યો હતો. ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજેન્સે જાણકારી મેળવવા માટે એરપોર્ટથી બહાર જવા દીધો ન હતો.

આ સમાચાર સામે આવ્યા બાદ હવે ટ્વિટર પર કૃણાલ પંડ્યા  હેશટેગ ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. યૂઝર્સ મેમ્સ બનાવી મજાક ઉડાવી રહ્યાં છે. લોકો આ જોક્સને ખુબજ શેર કરી રહ્યાં છે અને કૃણાલની ખુબજ મજાક ઉડાવી રહ્યાં છે.

ડીઆઇરઆઇએ તેના પર કથિત રીતા વધારે પ્રમાણમાં ગોલ્ડ તેમજ અન્ય કિંમતી વસ્તુઓ રાખવાના ગુનામાં દંડ ફટકાર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ક્રિકેટરને સાંજે પાંચ વાગે હવાઈ મથક પર રોકવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, તેની પાસે જરૂરીયાત કરતા વધારે ગોલ્ડ હતું તો તેણે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે, તેણે નિયમોની જાણકારી ન હતી. તેના માટે તેણે માફી માંગી અને તેની પેનલ્ટી પણ ભરી હતી.

તમને જણાવી દઇએ કે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સીરીઝ 27 નવેમ્બરથી શરૂ થશે. આ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ત્યારે કૃણાલ પંડ્યાને ટી20 અને વન્ડે સીરીઝમાં જગ્યા આપવામાં આવી નથી. તેથી તે ભારત પરત આવ્યો હતો.

(4:30 pm IST)