Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મુંબઈની ટીમના ખેલાડીઓ સાથે મજા માણતો સચિનનો પુત્ર અર્જુનઃ તસ્વીર શેર કરી

નવીદિલ્હીઃ સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર શું દુબઈ ગયેલી મુંબઈ ઈન્ડિયની ટીમમાં સામેલ થઈ ગયો છે? શું તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાનો છે? જો ના, તો પછી તે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ સાથે શું કરી રહ્યો છે? આવાં અનેક સવાલો છે કે જે હાલ એક તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં લોકો પુછી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી રાહુલ ચાહરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે અન્ય સાથી ખેલાડીઓની સાથે સ્વિમિંગ પુલમાં છે.

સચિન તેંડુલકરનો પત્ર અર્જુન તેંડુલકરે પણ આ ફોટાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરમાં રાહુલ ચાહર, જેમ્સ પેન્ટિસન, યુદ્ઘવીર ચરક, મોહસિન ખાન અને ટ્રેન્ટ બોલ્ટ જોવા મળે છે. આ ફોટો સામે આવ્યા બાદ લોકોએ ચર્ચા શરૂ કરી દીધી હતી. એટલું જ નહી અર્જુન તેડુંલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સનાં અનેક દિગ્ગજો સાથે દેખાઈ રહ્યો છે.

 અર્જુન યુએઈમાં એ ખેલાડીઓમાં સામેલ છે કે જેઓ ટીમને નેટ્સમાં પોતાની બોલિંગ વડે અભ્યાસ કરાવે છે. દરેક આઈપીએલ ફ્રેન્ચાઈઝી પોતાની સાથે એક લિમિટેડ સંખ્યામાં બોલર્સને સાથે લઈ જાય છે. અર્જુન લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર છે. અને આ કારણે તે રોહિતની કેપ્ટનશીપવાળી મુંબઈ ઈન્ડિયન્સની સાથે યુએઈમાં છે.

(3:34 pm IST)
  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST