Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નેમાર પર પ્રતિબંધના તોળાતા ખતરાથી થોમસ ટુકેલ ચિંતિત

મેચ દરમિયાન જાતીવાદી ટીપ્પણીનો વિવાદ સર્જાયો : મેચ દરમિયાન નેમારને ગેરવર્તણૂંક કરવા માટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યંુ હતું, હવે તેના પર પ્રતિબંધનો ખતરો

ફ્રાન્સ,તા.૧૫ : ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેંટ જર્મનના સ્ટાર સ્ટ્રાઈકર નેમારને કારણે ટીમના મેનેજર આ દિવસોમાં ચિંતિત છે. મેચ દરમિયાન નેમારને ગેરવર્તણૂંક કરવા માટે લાલ કાર્ડ બતાવવામાં આવ્યુ હતુ. હવે તેના પર પ્રતિબંધનો ખતરો છે. મેનેજર થોમસ ટુકેલ ટીમના સ્ટ્રાઈકર નેમાર સહિત ત્રણ ખેલાડીઓ પર સંભવિત પ્રતિબંધ અંગે ચિંતિત છે. ગત રવિવારે પીએસજી અને માર્સેલીની લીગ-૧ મેચમાં નેમાર, લેવિન કુર્ઝાવા અને લિએન્ડ્રો પેરિડીઝને લાલ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર કરી દીધા હતા.

નેમારે માર્સેલી પ્લેયર અલવારો ગોંઝલેઝ પર તેની વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. ટુકેલ કહ્યું, "સમિતિના નિર્ણય અને નેમાર ઉપરના સંભવિત પ્રતિબંધ અને મેદાન પર કંઈપણ થઈ શકે છે તેનાથી હું થોડો ચિંતિત છું. બુંડિશલિગા ક્લબ બોરુસિયા ડોર્ટમંડ ૨૦૨૦-૨૦૨૧ સીઝનની તેમની પ્રથમ મેચમાં ૧૦,૦૦૦ દર્શકોને આવકારવા માટે તૈયાર છે. ડોર્ટમંડની ટીમ શનિવારે મોંચેંગગ્લાડબેચ સામે મોસમની પ્રથમ મેચ રમવાનું છે. નવા નિયમો અનુસાર સ્ટેડિયમની ૨૦ ટકા ક્ષમતાનો ઉપયોગ કરી શકાશે અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

(8:05 pm IST)