Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

આઇપીએલ ક્રિકેટ મેચના ખેલાડીઓની હરરાજી સમયે સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્‍યાને લોકોએ નેશનલ ક્રશ કહીઃ સોશ્‍યલ મીડિયા ઉપર ભારે ચર્ચા જાગી

નવી દિલ્હી: આઇપીએલ હરાજી 2021 દરમિયાન ક્રિકેટના ફેન્સની નજર એ વાત પર હતી કે તેમના મનપસંદ પ્લેયર્સને કઇ ટીમ પોતાના ખેમામાં કરશે. આ દરમિયાન દરેકની નજર સનરાઇઝર્સ હૈદ્રાબાદની મિસ્ટ્રી ગર્લ પર ટકેલી હતી.

કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?

આઇપીએલ 2021 ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદ માટે બોલી લગાવનાર આ મિસ્ટ્રી ગર્લનું નામ કાવ્યા મારન છે. તે સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. એસઆરએચ તેમની ટીમ છે.

પ્રોફેશનલ લુકમાં કાવ્યા

આઇપીએલ 2021 ની હરાજી દરમિયાન કાવ્યા મારન પેલ યેલો કલરનું બ્લેઝર પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેમણે વ્હાઇટ કલરની ટી શર્ટ પહેરી છે. પોતાના આ આઉટફિટની સાથે કાવ્યાએ ઓપન હેર રાખ્યા છે, જે તેમના આ એક્ઝિક્યૂટિવની સાથે પરફેક્ટલી લઇ જઇ રહ્યા છે. સાથે જ તેમણે કોન્ટ્રાસ્ટ લિપ શેડ અને આઇ મેકઅપ કર્યો છે.

'નેશનલ' ક્રશ બની કાવ્યા

18 ફેબ્રુઆરીના દિવસે આઇપીએલ હરાજી શરૂ થતાં જ કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો. ક્રિકેટ ફેન્સ તેમના ફોટોઝ શેર કરવા લાગ્યા. ઘણા લોકો કાવ્યાને નેશનલ ક્રશ કહી રહ્યા છે, તો કોઇ સ્ટાઇલમાં તેમને પ્રિતિ ઝિંટાથી સારી ગણાવી રહ્યા છે.

(4:57 pm IST)