Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ભારતના સ્ટ્રાઇક બૉલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી વન-ડે તેમજ ટી૨૦માં સાથે નહીં રમી શકે

ટેસ્ટ માટે પેસ બોલર્સને સજ્જ રાખવા નિર્ણય : ઈશાંત શર્માની ઈજાને જોતા બન્ને ખેલાડીઓનો વર્કલોડ વહેંચવાના પ્રયાસમાં ટીમ મેનેજમેન્ટ પગલું લઇ શકે છે

નવી દિલ્હી, તા. ૧૯ : ભારતના સ્ટ્રાઇક બૉલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ લિમિટડ ઑવરની મેચોમાં એક સાથે રમવાની સંભાવના ઓછી છે, કેમકે ટીમ મેનેજમેન્ટ તેમને ૧૭ ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ મેચોની સિરીઝ માટે તૈયાર રાખવા ઇચ્છે છે. ભારતીય ટીમના બે મહિનાના પ્રવાસની શરૂઆત ૨૭ નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝથી થશે. ત્યારબાદ ટીમને આટલી મેચોની ટી-૨૦ સિરીઝ રમવાની છે.

લિમિટેડ ઑવરની સિરીઝની મેચ સિડની અને કેનબરામાં રમાશે. બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો બુમરાહ અને શમીનું વર્કલોડ મેનેજમેન્ટ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બૉલિંગ કોચ ભરત અરૂણ માટે મહત્વનું છે. ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની પહેલી પ્રેક્ટિસ મેચ ૬થી ડિસેમ્બરની વચ્ચે રમાશે. દરમિયાન ભારતીય ટીમને અંતિમ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમવાની છે. ઈશાંત શર્માની ઈજાની સ્થિતિ અત્યારે સ્પષ્ટ નથી, જેના કારણે બુમરાહ અને શમી બંને ભારતીય ટેસ્ટ અભિયાન માટે ઘણા મહત્વનારહેશે.

આવામાં ટીમ મેનેજમેન્ટ ૧૨ દિવસની અંદર સીમિત ઑવરની મેચોમાં બંનેને એક સાથે મેદાન પર ઉતારીને કોઈ જોખમ લેવા નહીં ઇચ્છે. બૉર્ડના એક સૂત્રે કહ્યું કે, "જો બંને (બુમરાહ અને શમી) ટી-૨૦ ઇન્ટરનેશનલ (, અને ડિસેમ્બર) સિરીઝમાં રમે છે, તો તેમને ટેસ્ટ અભ્યાસ માટે એક મેચ મળશે. મને નથી લાગતુ કે ટીમ મેનેજમેન્ટ આવું ઇચ્છશે. વાતની સંભાવના વધારે છે કે લિમિટેડ ઑવરોની સિરીઝ દરમિયાન શમી અને બુમરાહને એક સાથે ટીમમાં સામેલ નહીં કરવામાં આવે."

(7:34 pm IST)