Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મોટેરાના જિમમાં ભારતીય ખેલાડીઓએ પરસેવો પાડ્યો :હાર્દિક પંડ્યાએ શેર કરી વર્કઆઉટ તસવીર

હાર્દિકે લખ્યું સ્ટેડિયમ તો સારૂ છે જ પરંતુ, તમામ સુવિધાઓ સાથેનું જિમ આશા કરતા ઘણુ સુંદર છે. અદ્ભુત

અમદાવાદ: ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝની બાકી બે મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોટેરાના જિમમાંથી ભારતીય ખેલાડીઓના વર્કઆઉટની તસવીરો પોતાના ટ્વિટ પર શેર કરી છે. તેણે મોટેરામાં મળી રહેલી સુવિધાઓ ખૂબ જ સારી ગણાવી છે. તસવીરમાં તેની સાથે કેપ્ટન વિરાટ કોહલી, ઈશાંત શર્મા, અક્ષર પટેલ અને ઋષભ પંત જોવા મળી રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. હાલ સીરીઝ 1-1ની બરાબરી પર છે.

હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટમાં લખ્યું, સ્ટેડિયમ તો સારૂ છે જ પરંતુ, તમામ સુવિધાઓ સાથેનું જિમ આશા કરતા ઘણુ સુંદર છે. અદ્ભુત. આ પહેલા હાર્દિકે મોટેરા સ્ટેડિયમના એક સ્ટેન્ડની તસવીર શેર કરતા લખ્યું, અહીં મોટેરામાં દુનિયામાં સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમમાં આવવું પોતાના માટે અવિશ્વસનીય છે. આ ખુબ જ સુંદર છે. મોટેરાના આ સ્ટેડિયમનું નિર્માણ હાલમાં જ થયું છે. સરદાર પટેલ સ્ટેડિયમના નામથી જાણીતું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. સાથે જ તમામ રમતોના સ્ટેડિયમની વાત કરવામાં આવેતો દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તેમાં એક લાખ દસ હજાર દર્શકો બેસવાની ક્ષમતા છે. ઉત્તર કોરિયાના પ્યોંગયાંગના રંગરાડો મે ડે સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અહીં 114000 દર્શકોના બેસવાની ક્ષમતા છે.

ટીમ ઈન્ડિયાના 27 વર્ષના ઓલરાઉન્ડર હાર્દિકે 2018થી કોઈપણ ટેસ્ટ મેચ નથી રમી. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ માટે તેણે ભારતીય ટીમમાં સામેલ તો કરવામાં આવ્યો છે પરંતુ હજુ તેને અંતિમ 11માં સ્થાન નથી મળ્યું. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ગત સીરીઝમાં પણ તેને ટીમમાં સ્થાન નહોતું મળ્યું. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે જ્યારે હાર્દિક બોલિંગ કરવા માટે એકદમ ફિટ થઈ જાય ત્યારબાદ તેને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવશે.

(11:08 am IST)
  • કર્ણાટકના રાજયપાલ અને રાજકોટના વતની વજુભાઈ વાળા મતદાન કરવા કાલે રાજકોટ આવી રહ્ના છે access_time 12:01 pm IST

  • કાલે મ્યુ. કમિશનર તથા તેમના પત્ની શાળા નં.૧૧માં મતદાન કરશે : આવતીકાલે તા. ૨૧ના રોજ સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તથા તેમના ધર્મપત્ની અને પી.જી.વી.સી.એલ. ના એમ.ડી. શ્રી શ્વેતા અગ્રવાલ (શ્રી શ્વેતા તેવતિયા) રા.મ્યુ. કો. શાળા નં. ૧૧, મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા, રાષ્ટ્રીય શાળા સામે, મનહર પ્લોટ, રાજકોટ ખાતે મતદાન કરશે. access_time 4:06 pm IST

  • વિશ્વભરમાં કોરોના આતંક એકધારો ચાલુઃ અમેરિકામાં નવા ૮૦ હજાર કેસ નોંધાયા : બ્રાઝિલમાં ૫૧ હજાર અને ઇંગ્લેન્ડમાં નવા ૧૨ હજાર કોરોના કેસ : યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૩૧૦૦ નવા કેસ બહાર આવ્યા : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજાર નવા કેસો અને મૃત્યુ ૧૦૧ નોંધાયા છે, જ્યારે ૧૦ હજારથી વધુ સાજા થયા access_time 11:27 am IST