Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

છત્તીસગઢ હોકી એકેડેમીને મળી સાંઈની લીલીઝડી

નવી દિલ્હી: છત્તીસગઢ હોકી એકેડેમીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ની મંજૂરી મળી ગઈ છે. શુક્રવારે અધિકારીઓએ અંગે માહિતી આપી હતી.રમતગમત અને યુવા કલ્યાણ વિભાગની ખેલ ઈન્ડિયા યોજના અંતર્ગત રાયપુરમાં નિવાસી હોકી એકેડમી અને બિલસપુરમાં એથ્લેટિક્સ, કુસ્તી અને તરણ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવાની દરખાસ્ત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મોકલવામાં આવી હતી. ઓથોરિટી દ્વારા હવે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.મુખ્ય પ્રધાન ભુપેશએ કહ્યું કે, "છત્તીસગઢ રાજ્યમાં રમતગમતની પ્રતિભાને તાલીમ આપવા માટે જરૂરી તાલીમ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે." રાયપુરમાં છત્તીસગઢ હોકી એકેડેમીની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાં પુરૂષ અને સ્ત્રી બંને તાલીમાર્થીઓને રહેવાસી સુવિધા આપવામાં આવશે. રાયપુરમાં પહેલાથી સુસજ્જ બે આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ બનાવવામાં આવ્યાં છે.

(4:52 pm IST)