Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આઇપીએલને મળેલી જબરી રેટીંગ્‍સને મોટી સફળતા ગણાવતા સૌરવ ગાંગુલી

નવી દિલ્‍હીઃ આઇ.પી.એલ. ર૦ર૦ને લઇને બી.સી.સી.આઇના અધ્‍યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્‍યું છે કે આઇપીએલ ટુર્નામેન્‍ટને જોરદાર વ્‍યુઅર રેટીંગ મળી છે જે એક મોટી સફળતા સાબીત થયેલ છે.

ગાંગુલીએ વધુમાં જણાવેલ છે કે મને પણ ખબર નહોતી કે શું થશે. પરંતુ મને વિશ્વાસ હતો જેથી આગળ વધ્‍યા, મને એમ લાગ્‍યું કે જીવન સામાન્‍ય હોવું જોઇએ. આઇપીએલ સમગ્ર દુનિયાની શ્રેષ્‍ઠ ટુર્નામેન્‍ટ છે.

(10:56 pm IST)