Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં કવોરન્ટાઇન સમયમાં ખેલાડીઓ પ્રેકટીસ કરી શકશે : મંજુરી

ભારતીય ખેલાડીઓને કવોરન્ટાઇન પીરીયડ દરમિયાન મેદાનમાં પ્રેકટીસની મંજુરી આપતુ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા : ત્રણ વન-ડે, ત્રણ ટી-૨૦ અને ચાર ટેસ્ટ મેચોની સિરીઝ પણ રમાશેઃ સમગ્રનો કાર્યક્રમ જાહેર

નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન ૧૩  સમાપ્ત થયાના થોડા દિવસ પછી, ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે  રવાના થવાની છે. તેવામાં આ લાંબા પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉલ વેલ્સની સરકારે કવોરન્ટાઇમ પીરિયડ દરમિયાન ભારતીય ખેલાડીઓને મેદાન પર પ્રેકિટસ કરવાની પરવાનગી આપી દીધી છે.  ભારતીય ક્રિકેટ બોડે  આ મામલે સીએ સમક્ષ માગ કરી હતી જેને હવે લીલી ઝંડો મળી ગઈ છે.

 બંને દેશો વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પ્રથમ અને બીજી મેચ ૨૭ અને ૨૯ નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પછી, શ્રેણીની ત્રીજી વનડે મેચ ૧ ડિસેમ્બરે કેનબેરાના ગ્રાઉન્ડ પર રમાશે. વનડે સિરીઝ બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી -૨૦ મેચની શ્રેણી હશે. ત્રણ ટી -૨૦ મેચની શ્રેણીની પહેલી મેચ ૪ ડિસેમ્બરે કેનબરાના ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. જયારે શ્રેણીની બાકીની બે મેચ ૬ અને ૮ ડિસેમ્બરે સિડની ગ્રાઉન્ડ પર યોજાશે.

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ પણ રમશે. ૧૭-૨૧ ડિસેમ્બરની વચ્ચે એડિલેડ ઓવલ ખાતે પિંક બોસ તરફથી એક ટેસ્ટ મેચ પણ રમવામાં આવશે. એડિલેડને તેની સાથે બોકિસંગ ડે ટેસ્ટ માટે પણ વિકલ્પ તરીકે રાખવામાં આવી છે. જો કોવિડ -૧૯ પરિસ્થિતિ ૨૬-૩૦ ડિસેમ્બરની વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોકસીંગ ડે ટેસ્ટ મેચ યોજવાની મંજૂરી આપતી નથી, તો તે એડિલેડમાં જ હશે. આ ઉપરાંત, શ્રેણીની ત્રીજી ટેસ્ટ ૭-૧૧ જાન્યુઆરીથી સિડનીમાં રમાશે, જયારે શ્રેણીની છેલ્લી ટેસ્ટ અને ટૂરિઝ ૧૫-૧ જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે.

વન-ડે

(૧) તા.૨૭ નવેમ્બર સિડની

(૨) તા.૨૯ નવેમ્બર સિડની

(૩) તા.૧ ડિસેમ્બર કેનબરા

ટેસ્ટ

(૧)૧૭ થી ૨૭ ડિસેમ્બર-ઓવલ

(૨) ૨૬ થી ૩૦ ડિસેમ્બર મેલબોર્ન

(૩) ૭ થી ૧૧ જાન્યુઆરી -સિડની

(૪) ૧૫ થી ૧૯ જાન્યુઆરી બ્રિસબેન

ટી-૨૦

(૧) ૪ ડિસેમ્બર કેનબરા

(૨) ૬ ડિસેમ્બર સીડની

(૩) ૮ ડિસેમ્બર  સીડની

(3:52 pm IST)