Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મહેમાન ટીમ માટે વન-ડે સિરીઝ સરળ નહી રહે : પેઇન

નવી દિલ્હી : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝ ર૭ નવેમ્બરથી શરૂ થવાની છે. એવામાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન ટીમ પેઇને દાવો કર્યો છે કે મહેમાન ટીમ માટે આ વન-ડે સિરીઝ સરળ નહીં રહે.  ટીમ  પેઇન ઓસ્ટ્રેલિયાની વન-ડે ક્રિકેટ ટીમનો હિસ્સો નથી.

વાસ્તવમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક ટીઝરમાં ટીમ પેઇન ભારતીય પ્રશંસકોને પોતાની ટીમનું સમર્થન કરવા વિશે પૂછી રહ્યો છે. ટીમ પેઇન કહે છે કે, 'હેલો ઇન્ડિયા, શું તમે આ વર્ષની સૌથી મોટી ક્રિકેટ સિરીઝ માટે તૈયાર છો ? ભારતીય ખેલાડીઓ માટે આ મેદાન પર ઘણું અઘરૃં સાબિત થવાનું છે.'

(3:38 pm IST)
  • દિલ્હીની બે બજારો બંધ કરી દેવાઈ : પશ્ચિમ દિલ્હીના બે બજારો જનતા માર્કેટ અને પંજાબી બસ્તી બાઝારને ૩૦મી સુધી બંધ કરી દીધા છે : અહિં નિયમોનું ઉલ્લંઘન અને ભારે ભીડ સર્જાતી હતી : કોરોનાએ અહિં રાડ બોલાવી દીધી છે access_time 11:32 am IST

  • પીરપંજાલ પર્વત માળામાં ભારે હીમ વર્ષા : મુગલ રોડ બંધ : જમ્મુ કાશ્મીરના પીરપંજાલની ઉંચી પર્વતમાળા ઉપર ભારે હિમવર્ષા થઈ છે : ફરી જમ્મુનો મુગલ રોડ બંધ કરી દેવાયો છે access_time 11:31 am IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST