Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વિરાટ સામે બોલીંગની ચેલેન્જ કરવી મને ગમશે, હાલમાં શ્રેષ્ઠ ક્રિકેટર

પરાજય તેને બિલકુલ પસંદ નથી, મેદાનની બહાર જાય એટલે રિલેકસ બની જાય છેઃ ઝેમ્પા

સિડની તા. ર૩: આ વર્ષની આઇપીએલમાંના પોતાના પહેલા દિવસને યાદ કરતાં ઝેમ્પાએ કહ્યું કે 'પહેલા દિવસે મને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ આવ્યો હતો, જેમાં લખ્યું હતું, 'ઝેમ્પા, એક વીગન રેસ્ટોરાંનું આ વાઉચર છે જેમાં ૧પ અમેરિકી ડોલરનું ડિસ્કાઉન્ટ મળશે. એ ઘણી સારી રેસ્ટોરાં છે. મારી પાસે એનો નંબર નહોતો. તેણે એવી રીતે મેસેજ કર્યો હતો જાણે અમે એકબીજાને વર્ષોથી જાણીએ છીએ. ખરૃં કહું તો તે જેવો મેદાનમાં દેખાય એવો જરાય નથી. તે હંમેશાં ટ્રેઇનિંગ અને મેચમાં તીવ્રતા આણે છે. તેને સ્પર્ધા ગમે છે, પણ સાથે-સાથે મેચમાં મળતો પરાજય તેને બિલકુલ પસંદ નથી.

એક વાર તે મેદાનની બહાર જાય એટલે રિલેકસ બની જાય છે. બસમાં તે યુટયુબ કિલપ્સ જોતો રહે છે અને જોર-જોરથી હસતો રહે છે. તે સંસ્કારી માણસ છે. વાત કરવામાં, મસ્તી કરવામાં ઘણો સારો છે. અ઼ેક વાર તેણે મને પોતાના નેપાલના પ્રવાસની વાત કરી હતી અને પોતાના નવા કોફી મશીનની પણ તે અવારનવાર વાત કરતો હતો. મેચમાં વિરાટ સામે બોલિંગની ચેલેન્જ લેવી મને ગમશે, કેમ કે અત્યારના સમયનો તે શ્રેષ્ઠ પ્લેયર છે.'

(3:39 pm IST)