Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

IPL -2020: કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી

ખેલાડીઓ દ્વારા ક્રિકેટર ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવા કાળીપટ્ટી બાંધી

ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે છઠ્ઠો મુકાબલો કેએલ રાહુલના નેતૃત્વ હેઠળની કિંગ્સ ઈલેવન પંજાબ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. બંને ટીમોમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું શાનદાર સંયોજન છે.

આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે. ખેલાડીઓ દ્વારા ક્રિકેટર ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવા આમ કર્યુ છે. જોન્સનું આજે મુંબઈમાં હાર્ટ અટેકથી મોત થયું હતું. તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. વિશ્વભરના ક્રિકેટર્સને જોન્સના મોતના સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. 24 માર્ચ, 1961ના રોજ જન્મેલા ડીન જોન્સે 16 માર્ચ, 1984ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ અને 30 જાન્યુઆરી, 1984ના રોજ પાકિસ્તાન સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. તેમણે 52 ટેસ્ટની 89 ઈનિંગમાં 11 વખત નોટ આઉટ રહીને 3631 રન બનાવ્યા હતા. જેમાં 11 સદી અને 14 અડધી સદી સામેલ છે. 164 વન ડેમાં ડીન જોન્સે 25 વખત નોટ આઉટ રહીને 6068 રન બનાવ્યા હતા. વન ડેમાં તેમણે 7 સદી અને 46 અડધી સદી ફટકારી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ડીન જોન્સ કોમેન્ટેટર તરીકે પણ લોકપ્રિય હતા.

(9:49 pm IST)