Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા પોતાનો જલવો બતાવતો જાવા મળશેઃ કાંગારૂ ટીમ સામે વન-ડેમાં સૌથી વધુ સિકસર ફટકારી છે

નવી દિલ્લી: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં પોતાનો જલવો બતાવતો જોવા મળશે. પરંતુ તે વન-ડે અને ટી-20 સીરિઝનો ભાગ નહીં હોય. રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં રેકોર્ડ અત્યંત શાનદાર છે. અને તેના ટીમમાં હોવાની અસર તો ચોક્કસ જોવા મળશે. રોહિત ભલે વન-ડે ક્રિકેટમાં કાંગારુ ટીમ સામે રમતો જોવા નહીં મળે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેની જમીન પર 50-50 ફોર્મેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર રોહિત શર્માનો દુનિયાનો નંબર વન બેટ્સમેન છે.

રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 40 વન-ડે મેચ રમી છે. અને તેમાં તેણે કુલ 76 સિક્સ ફટકારી છે. જેમાં 29 સિક્સ તો ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારી છે. 29 સિક્સની સાથે રોહિત કાંગારુ ટીમ સામે તેની ધરતી પર વન-ડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર વન-ડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી છે. આફ્રિદીએ વન-ડેમાં ટીમ સામે કુલ 25 સિક્સ ફટકારી હતી.

રોહિત શર્મા-  29 સિક્સ

શાહિદ આફ્રિદી- 25 સિક્સ

વિવિયન રિચાર્ડ્સ- 21 સિક્સ

ઈયોન મોર્ગન- 17 સિક્સ

માર્ટિન ગપ્ટિલ- 14 સિક્સ

રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે ટીમ સામે રમતાં 40 મેચમા 61.33ની એવરેજથી 2208 રન બનાવ્યા છે. તેણે ટીમ સામે 8 સદી ફટકારી છે અને કુલ 76 સિક્સ ફટકારી છે. કાંગારુ ટીમ સામે સૌથી સિક્સ ફટકારવાના મામલે બીજા નંબરે ભારતનો સચિન તેંડુલકર છે. તેણે 71 મેચમાં 36 સિક્સ ફટકારી છે. જ્યારે ત્રીજા નંબરે એમ.એસ.ધોની છે. જેણે 55 મેચમાં 33 સિક્સ ફટકારી છે. વિરાટ કોહલીએ 40 વન-ડે મેચમાં 20 સિક્સ ફટકારી છે.

(5:44 pm IST)