Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો

સોશ્‍યલ મીડીયામાં પણ ગાવસ્‍કર વિરૂધ્‍ધની ટીપ્‍પણીઓની રફતાર

દુબઇ :  એક સમયના ભારતના વિખ્‍યાત બેટસમેન સુનિલ ગાવસ્‍કરે તાજેતરની એક ટી -ર૦ મેચમાં વિરાટ કોહલીના નબળા પરફોર્મસ અંગે કરેલી ટીપ્‍પણીની વિરાટની પત્‍નિ અનુષ્‍કા શર્માનો ગુસ્‍સો સાતમા આસમાન પર પહોંચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને તેની RCBની ટીમ માટે મેચ નિરાશાજનક રહી છે. વિરાટે ફીલ્ડિંગ કરવા દરમિયાન પંજાબના કેપ્ટન કેએલ રાહુલના બે કેચ છોડ્યા હતા અને ખુદ માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જેના કારણે RCBની ટીમ 17 ઓવરમાં માત્ર 109 રનમાં પેવેલિયનમાં પરત ફરી હતી. જ્યારે પંજાબની ટીમે મેચમાં 97 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.

વિરાટ કોહલી આઉટ થયા બાદ જ્યારે પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા ગાવસ્કરે એવી ટિપ્પણી કરી. જેના કારણે હોબાળો મચ્યો છે.

Gavaskar કહ્યું હતું- કોહલીએ લોકડાઉન દરમિયાન……

કૉમેન્ટ્રી બૉક્સમાં બેઠેલા ગાવસ્કરે   વિરાટ કોહલીના પ્રદર્શનને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે જોડીને ભદ્દી ટિપ્પણી કરી હતી કે,

તેમણે (વિરાટ કોહલીએ) લોકડાઉનમાં તો બસ અનુષ્કાના બોલની પ્રેક્ટિસ કરી છે.”

 Gavaskarને કોમેન્ટરી પેનલમાંથી હટાવવાની માગ

ગાવસ્કરની ટિપ્પણીથી ખુદ અનુષ્કેકા શર્મા અને કોહલીના સમર્થકો ભડકી ઉઠ્યા છે.

કેટલાક લોકોએ BCCI સમક્ષ ગાવસ્કને કૉમેન્ટ્રી પેનલથી હટાવવાની માંગ પણ કરી છે.

અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે,

મિસ્ટર ગાવસ્કર, તમારો મેસેજ બહુ વિચલિત કરનારો છે. પરંતુ હું તમને સમજાવવાનું પસંદ કરીશ કે તમે એક પત્ની પર તેના પતિના ખરાબ ફોર્મ અંગે આરોપ લગવવા અંગે વિચાર્યું કેમ? મને વિશ્વાસ છે કે તમે છેલ્લા કેટલાક વર્ષોમાં રમત અંગે ટિપ્પણી કરતા દરેક ખેલાડીની અંગત જીવનનું સન્મન કર્યું છે. શું તમને નથી લાગતું કે મારા અને અમારા સમાન સન્માન હોવું જોઇતું હતું?”

અનુષ્કાએ આગળ લખ્યું છે કે,

મને ભરોસો છે કે ગઇકાલે રાત્રે મારા પતિના ફોર્મ અંગે ટિપ્પણી કરવા માટે તમારા મગજમાં અનેક શબ્દો અને વાક્યો હશે. અથવા તો તમને યોગ્ય લાગે છે કે બધામાં તમે મારા નામનો ઉપયોગ કરો. 2020 છે અને ઘણુ બધુ મારા માટે પણ હદલાયું નથી. ક્યારે મને ક્રિકેટમાં ઢસડવાનું અને મારા પર ટિપ્પણી કરવાનું બંધ કરવામાં આવશે?”

તમે એક લિજેન્ડ છો, જેનું નામ રમતમાં જેન્ટલમેન તરીકે લેવાય છે. હું માત્ર તમને કહેવા માગું છું કે જ્યારે તમે મારા વિષે આવું કહ્યું તો મારી ફિલિંગ કેવી હશે?”

અગાઉ પણ અનેક વખત એવું થયું છે, જ્યારે વિરાટ કોહલી મેદાન પર સારૂં પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહે, તો તેની પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને દોષી ઠેરવવામાં આવે છે.

વિરાટે મેચમાં 17મીં ઓવર દરમિયાન ડીપ સ્ક્વેર લેગ પર કેએલ રાહુલને કેચ છોડ્યો હોત. સમયે રાહુલ 83 રને રમી રહ્યો હતો. પછી 18મીં ઓવરમાં પણ જ્યારે રાહુલ 89 રન પર હતો, ત્યારે કેપ્ટન કોહલીએ ફરીથી તેને કેચ પડતો મૂક્યો હતો.

કે એલ રાહુલે પોતાને મળેલા બન્ને જીવતદાનનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. રાહુલે 69 બોલનો સામનો કરીને 132 રન ફટકારી દીધા. તેની વિક્રમી ઈનિંગ્સના પ્રતાપે પંજાબની ટીમે 3 વિકેટ ગુમાવીને 206 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો.

207 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમ તરફથી કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યું નહતું. પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર દેવદત્ત પડ્ડીકલ મેચમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. ટીમ તરફથી સૌથી વધુ રન વૉશિંગ્ટન સુંદરે બનાવ્યા હતા. જેણે 27 બોલનો સામનો કરીને 30 રન ફટકાર્યા હતા. સિવાય એબી ડીવિલિયર્સે 28 અને એરોન ફિન્ચે 20 રનનું યોગદાન આપ્યું હતું.

(10:02 pm IST)