Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

આઇપીએલના ફાઇનલ મેચના પગલે ફેરફાર કરાયો

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનો ફાઇનલ મેચ હવે ૧૮ થી ૨૨ જુન વચ્ચે રમાશે

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનો ફાઇનલ પહેલા ૧૦ જુને લોર્ડસના મેદાનમાં રમાનાર હોવાનો શેડયુલ હતો. પરંતુ આઇપીએલના ફાઇનલ સાથે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનો ફાઇનલ અગાઉ ૧૦ થી ૧૪ જુન વચ્ચે રમાનાર હતો જે હવે ૧૮ થી ૧૨ જુન વચ્ચે રમાનાર છે જેમાં ૨૩ જુનનો દિવસ રીઝર્વ રહેશે.

એએનઆઇના રીપોર્ટ મુજબ આ ટેસ્ટ મેચને આઇપીએલ ૨૦૨૧ની ફાઇનલની તારીખને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. જો કે આઇપીએલ ૨૦૨૧ના શેડયુલનું એલાન હજુ કરાયું નથી. હાલમાં કોવિડ-૧૯ના પગલે કોઇપણ દેશમાં રમવા જવા માટે કવોરેન્ટાઇન સમય પસાર કરવો જરૂરી છે. આઇપીએલના સમાપન બાદ ઇંગ્લેન્ડમાં કવોરેન્ટાઇન પિરીયડમાં કોઇ પરેશાની ન આવે એટલા માટે આઇસીસી દ્વારા આ નિર્ણય કરાયો છે.

(2:01 pm IST)