Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

હૈદરાબાદ પ્લે-ઓફમાં સ્થાન બનાવી શકશે

પંજાબ સામે હાથમાં આવેલી બાજી ગુમાવ્યા છતાં વોર્નરને આશા

દુબઇ, તા. ર૬ :  હૈદરાબાદનો પંજાબ સામે ૧ર રનથી પરાજય થયો હતો. જો કે હૈદ્રબાદના કેપ્ટન ડેવિડ વોર્નરને હજુ પણ આશા છે કે તેમની ટીમ પ્લે ઓફમાં સ્થાન બનાવી શકશે.

વોર્નરે કહ્યું કે મને લાગે છે કે ટીમ આ કામ જરૂરથી કરી શકશે અમારે હવે ત્રણ ગેમ બાકી છે એક દુબઇમાં અને બે શારજાહમાં જો અમારે ટુર્નામેન્ટ જીતવી હશે તો અમારે ટોપ થ્રી ટીમને હરાવીને આગળ વધવું પડશે. પંજાબ સામે અમારી બેટીંગ નિરાશાજનક રહી હતી. અમે બરાબર રીતે રમી ન શકયા. મેચની વચ્ચે એમ થોડા આત્મસંતોષી બની ગયા હતા. જો તમે તમારા વિરોધી પક્ષને જરા પણ છુટ આપશો તો તે તમારા હાથમાંથી મેચ છીનવીને જતા રહેશે. મારા ખ્યાલથી પંજાબને ફકત ૧૩૦ રનની અંદર જ બાંધી રાખીને અમારા બોલરોએ કમાલ કરી હતી.

(3:31 pm IST)