Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બન્યો મયંક

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ યુસૂફ પઠાણના નામે

નવી દિલ્હી:IPL 2020માં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્ઝ ઈલેવન પંજાબ વચ્ચે  મેચ રમાય છે. પંજાબના બેટ્સમેન મયંક અગ્રવાલે IPL 2020ની બીજી સદી ફટકારી છે. IPLમાં મયંકની આ પહેલી સદી છે. આ પહેલા મયંકનો સર્વોચ્ચ સ્કોર 89 હતો. જે તેમણે આ વર્ષે દિલ્હી સામે કર્યાં હતા.મયંકે માત્ર 45 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. પોતાની સદીમાં મયંકે 9 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 222.22 રહી. આ સાથે જ મયંક IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ યુસૂફ પઠાણના નામે છે. પઠાણે IPL 2010માં માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. હવે મયંક આ યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. આ યાદીમાં હવે ત્રીજા નંબર પર મુરલી વિજય છે. વિજયે IPL 2010માં જ 46 બોલમાં સદી લગાવી હતી.

મયંકે 50 બોલમાં 106 રન બનાવ્યા. IPL 2020માં આ બીજી સદી છે. રસપ્રદ વાત એ છે કે આ સીઝનની બંન્ને સદી કિંગ્ઝ ઈલેવન પંજાબના બેટ્સમેનોએ લગાવી છે. આ પહેલા પંજાબના કપ્તાન કેએસ રાહુલે આ સિઝનની પહેલી સદી ફટકારી હતી. રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 132 રનની અણનમ ઈનિંગ રમી હતી જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા થયેલો સૌથી ઉચ્ચ સ્કોર છે.

(10:15 pm IST)