Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

૧૫ વર્ષ બાદ ટાયસન કાલે રીંગમાં ઉતરશે

માઈક ટાયસન અને રોય જોન્સ વચ્ચે લોસ એન્જલસમાં ફ્રેન્ડશીપ મુકાબલોઃ જો કે બન્ને બોકસરો આ મેચને હળવાશથી લેવા માંગતા નથી

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખતરનાક અમેરિકી બોકસર માઈક ટાઈસન ૧૫ વર્ષ બાદ આવતીકાલે ૨૮મીએ શનિવારે ફરીથી રીંગમાં ઉતરી રહ્યો છે. ૫૪ વર્ષના ટાયસનનો મુકાબલો ૫૧વર્ષના રોય જોન્સ સાથે થનાર છે.

કેલિફોર્નિયાના એથ્લેટીક આયોગ દ્વારા ટાયસન અને જોન્સ વચ્ચેના ૨૮મીના મુકાબલાને પ્રદર્શની મેચના સ્વરૂપમાં માન્યતા આપવામાં આવી છે. જો કે બન્ને પૂર્વ ચેમ્પિયનો આ મુકાબલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. આ મુકાબલો લોસ એન્જલસ સ્ટેપલ્સ સેન્ટરમાં યોજાનાર છે.

ટાયસન અને વિવાદ ૧૯૯૨માં યૌન શોષણ મામલે ટાયસનને ત્રણ વર્ષની જેલ થઈ હતી. ૧૯૯૫માં જેલમાંથી છુટયા બાદ ફરીથી હેવિવેટ મુકાબલામાં કબ્જો કર્યો હતો. ૧૯૯૬માં હોલીફીલ્ડ સાથેના મેચમાં તેનો પરાજય થયો હતો. ૧૯૯૭ના મેચમાં ટાયસને હોલીફીલ્ડનો કાન કરડી નાખતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

(12:49 pm IST)