Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં પરાજય બાદ સિડની ફરવા નીકળ્યાં ભારતીય ક્રિકેટર

ઋદ્ધિમાન સાહાએ તસવીરો શેર કરી: ક્રિકેટર સિડની લટાર મારવા નીકળ્યાં

સિડની :ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે રમાયેલી પહેલી વન-ડેમાં ભારતને 66 રનથી હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથના સેન્ચુરીની મદદથી 6 વિકેટે 374નો જંગી સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન બનાવી શકી હતી. પ્રથમ વન-ડેમાં ૬૬ રનથી મળેલ હાર બાદ ભારતીય ક્રિકેટર સિડની ફરવા નીકળ્યાં હતાં.

૨૯મી નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ રમાશે. તે પહેલાં ભારતીય ક્રિકેટર સિડનીમાં ફરતાં જોવા મળ્યાં હતાં. ભારતીય વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસવીરોમાં સાહા સાથે સિડની હાર્બર ખાતે પૃથ્વી શો, કાર્તિક ત્યાગી અને સુંદર મસ્તી કરતાં નજરે પડ્યાં હતાં. જો કે, સાહા અને શો બન્ને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં મેદાને ઉતરશે. ટેસ્ટ સીરિઝની શરૂઆત ૧૭ ડિસેમ્બરે એડિલેડમાં થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે, ટી-૨૦ અને ચાર ટેસ્ટ મેચો રમાશે. જેમાં શુક્રવારે રમાયેલી પહેલી વન-ડે મેચમાં ભારતનો ૬૬ રનથી પરાજય થયો હતો.

(2:01 pm IST)
  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST