Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ક્રિસ મોરિસ-હાર્દિક પંડ્યાને મેદાન પર બોલાચાલી બદલ ઠપકો

મુંબઈ ઈન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સની મેચમાં વિવાદ : બુધવારની મેચમાં બન્ને ખેલાડીએ મેદાનમાં બોલાચાલી કરતા મેચ રેફરીએ સીઓસીના ભંગ માટે દોષિત ઠેરવ્યા

દુબઈ,તા.૨૯ : બુધવારે મુંબઈ ઈન્ડિયન્સએ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને વિકેટથી હરાવી દીધું. જીતની સાથે મુંબઈની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નક્કી કરી દીધું છે. મેચની છેલ્લી ક્ષણોમાં મુંબઈના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને આરસીબીના ખેલાડી ક્રિસ મોરિસ વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી. મેચ બાદ મનુ નાયરે બંનેને ફટકાર લગાવી છે. બંને પર કોડ ઓફ કન્ડક્ટ તોડવાનો આરોપ લાગ્યો છે. ક્રિસ મોરિસ અને હાર્દિક પંડ્યાની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. મેચની ૧૫મી ઓવરમાં મોરિસે પોતાના સ્લોઅર અને યોર્કર લેન્થના બોલથી પંડ્યાને ઘણો પરેશાન કર્યો, પરંતુ ચોથા બોલ પર હાર્દિક પંડ્યાએ એક જોરદાર સિક્સર ફટકારી દીધી. ૧૭મી ઓવરમાં ફરી એકવાર બંને સામસામે હતા. ઓવરમાં બાજી મોરિસે મારી. તેણે પહેલા પાંચ બોલ પર એક ફોર કે સિક્સર મારવાની તક આપી. ત્યારબાદ ૧૯મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ચોથા બોલ પર સિક્સર મારી.

પરંતુ બીજા બોલ પર મોરિસે હાર્દિક પંડ્યાને મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ કરાવી દીધો. ત્યારબાદ હાર્દિક પેવેલિયન પરત ફરવા દરમિયાન મોરિસ સાથે બોલાચાલી કરવા લાગ્યો. બંનેની વચ્ચે શાબ્કિક જંગ જોવા મળી. મેચ બાદ રેફરીએ ઘટનાને લઈ નારાજગી વ્યક્ત કરતાં બંને ખેલાડીઓને ફટકાર લગાવી છે. ક્રિસ મોરિસે આઇપીએલના કોડ ઓફ કન્ડક્ટ .૫ને તોડવાનો દોષી છે. જ્યારે હાર્દિક પંડ્યા કોડ ઓફ કન્ડક્ટ .૨૦ તોડવાનો દોષી હતો. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ ૨૦૨૦ની ૪૮મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને વિકેટથી હરાવી દીધું. બેંગલોરે પહેલા બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૬૪ રન કર્યા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ૧૯. ઓવરમાં ટાર્ગેટ પાર કરી દીધો. નોંધનીય છે કે મેચમાં બેંગલોરની ઓપનિંગ મુંબઈ કરતાં ઘણી સારી રહી, જોશુઆ ફિલિપી અને દેવદત્ત પડિકલે ટીમને સારી શરૂઆત અપાવી તેમ છતાંય બેંગલોર પર મુંબઈએ સરળ જીત નોંધાવી.

(7:48 pm IST)