Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કિશન થાકી ગયો હોવાથી સુપરઓવરમાં તેને નહોતો મોકલ્યોઃ રોહીત શર્મા

હાર્ટહીટરો પોલાર્ડ અને હાર્દિકને મોકલ્યા હતા

દુબઇઃ  બેન્ગલોરે જીતી લીધી હતી, પણ દિલ તો મુંબઈના યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને જીતી લીધાં હતાં. ૫૮ બોલમાં ૯ સિકસર સાથે ૯૯ રનની ઇનિંગ્સ રમીને તેણે એકલા હાથે છેલ્લે સુધી લડત આપી હતી. ટાઇ બાદ સુપરઓવરમાં જોકે મુંબઈ હારી ગયું હતું અને સુપરઓવરમાં ઈશાન કિશનને ન મોકલતાં ઘણાને નવાઈ લાગી હતી. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે 'તે ખૂબ થાકી ગયો હતો અને સુપરઓવર માટે કોન્ફિડન્ટ નહોતો. બીજું અમારી પાસે પોલાર્ડને કંપની આપવા હાર્દિક જેવા હાર્ડહિટર હોવાથી અમે તેને મોકલ્યો હતો. જોકે તેઓ સફળ ન થયા છતાં અમને સાત રન ડિફેન્ડ કરવાનો વિશ્વાસ હતો. સાત જેટલા રન વખતે ભાગ્યનો પણ તમને સાથ જોઈએ.'

પ્રીતિનું દિલ જીતી લીધુ

મેચ બાદ કિંગ્સ ઇલેવન પંજાબની ઓનર પ્રીતિ ઝિન્ટાએ ઈશાન કિશનનાં વખાણ કરતાં ટ્વીટ કર્યું હતું કે 'બન્ને ટીમ ખૂબ સારું રમી, પણ ઈશાન કિશને દિલ જીતી લીધું.'

(2:49 pm IST)