ખેલ-જગત
News of Thursday, 1st October 2020

બાયો-બબલના નિયમનો ભંગ કરનાર ચેન્‍નઇ સુપર કિંગ્‍સના ફાસ્‍ટ બોલર 6 દિવસના ક્‍વોરન્‍ટાઇન થયા બાદ બીજી વખત ઉલ્લંઘન કર્યું

દુબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલરે યૂએઈમાં રમાઇ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બાયો-બબલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું. ત્યારબાદ તેણે છ દિવસ ક્વોરેન્ટીનમાં પસાર કરવા પડ્યા. હવે તે બીજીવાર ટીમની સાથે પ્રેક્ટિસમાં સામેલ થઈ ગયો છે.

એક અંગ્રેજી અખબારના સમાચાર પ્રમાણે આસિફના રૂમની ચાવી ખોવાઇ ગઈ અને તે તેની જગ્યાએ બીજી ચાવી લેવા હોટલના રિપેપ્શન પર ચાલ્યો ગયો. તે બાયો બબલ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે કારણ કે રિસેપ્શન ટીમ માટે નક્કી બબલની અંદર આવતું નથી.

અખબારની ખબર પ્રમાણે ટીમોએ આ નિયમના ઉલ્લંઘનની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. પ્રથમવાર નિયમ તોડવા પર છ દિવસ માટે પેમેન્ટ વગર બીજીવાર ક્વોરેન્ટીન રહેવું પડશે. બીજીવાર આમ કરવા પર ડબલ ક્વોરેન્ટીન અને ત્યારબાદ એક મેચનો પ્રતિબંધ સામેલ છે. જો ખેલાડી ત્રીજીવાર આમ કરે છે તો તેને ટૂર્નામેન્ટમાંથી હટાવી દેવામાં આવશે અને ટીમને રિપ્લેસમેન્ટ પણ નહીં મળે.

અખબારે આઈપીએલના એક સૂત્રના હવાલાથી જણાવ્યું, આ એક અજાણતા થયેલી ભૂલ હતી પરંતુ નિયમોનું પાલન કરવું પડશે. તે છ દિવસ ક્વોરેન્ટીનમાં ગયો અને હવે તેણે ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

ચેન્નઈની સાથે આ સીઝનમાં ઘણી મુશ્કેલી આવી રહી છે. સીઝન શરૂ થતા પહેલા તેની ટીમના 13 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમાં બે ખેલાડી સામેલ હતા. તેને એક અલગ હોટલમાં લાવવામાં આવ્યા અને ક્વોરેન્ટીન પૂરો કર્યાં બાદ બીજીવાર બાયો બબલમાં લાવવામાં આવ્યા. આ સિવાય ચેન્નઈ ટીમમાં આ વર્ષે અનુભવી હરભજન સિંહ અને સુરેશ રૈના અંગત કારણોથી રમી રહ્યાં નથી.

(4:50 pm IST)