ખેલ-જગત
News of Friday, 2nd October 2020

ઉથપ્પા મનાઇ હોવા છતાં બોલ પર થુંક લગાડતાં પકડાયો

દુબઈઃ  કલકત્ત્।ા સામેની મેચ દરમ્યાન રાજસ્થાનનો રૌબિન ઉથપ્પા બોલ પર લાળ લગાડતો કેમેરામાં ઝડપાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કોરોના વાઇરસથી બચવા માટે બોલ પર થૂંક લગાડવાનો પ્રતિબંધ મૂકયો છે. જોકે બોલર બોલને ચમકાવવા માટે પસીનાનો ઉપયોગ કરી શકે છે. 

સુનીલ નારાયણનો એક સિમ્પલ કેચ  છોડ્યા બાદ જયારે ઉથપ્પા બોલર તરફ પાછો ફેંકતાં પહેલાં આદત પ્રમાણે બોલને ચમકાવવા એના પર થુંક લગાડતો જોવા મળ્યો હતો.

 નિયમ એવો છે કે ટીમને ઇનિંગમાં બે વાર આ સંદર્ભે ચેતવણી આપવામાં આવે છે અને જો ત્રીજી વાર આ ભૂલ થાય તો પાંચ રનની પેનલ્ટી લગાડવામાં આવી શકે છે.

(3:54 pm IST)