ખેલ-જગત
News of Thursday, 10th September 2020

યુએસ ઓપન:માતા બન્યા બાદ 'સેરેના વિલિયમ્સ'ની ટેનિસ કોર્ટમાં જોરદાર વાપસી : સેમિફાનલમાં પહોંચી

ક્વાર્ટર-ફાઇનલ મેચમાં બલ્ગેરીયાની સ્વેતાના પિરોકોવાને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મૅળવ્યું

નવી દિલ્હી : ટેનિસ સ્ટાર ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સે માતા બન્યા બાદ ટેનીસ કોર્ટ પર જોરદાર વાપસી કરી છે. તેણે પોતાના રેકોર્ડને આગળ વધારવા માટે 24મી ગ્રાન્ડ સ્લેમ મહત્વના પગલા રુપે આગળ વધી રહી છે. સેરેના યુએસ ઓપન ક્વાર્ટર-ફાઇનલ મેચમાં બલ્ગેરીયાની સ્વેતાના પિરોકોવાને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવીને આગળ વધી છે. તેણે આ મેચ 4-6, 6-3, 6-2 થી જીતી લીધી હતી.

અમેરિકાની સેરેના વિલિયમ્સને ટેનિસ કોર્ટની મહારાણી તરીકે નવાજવામાં આવે છે અને તે બાબત ખોટી નથી. તેની વધતી જતી ઉંમર અને માતા બન્યા બાદ પરત ફરવા છતાં તેની રમતમાં સહેજપણ ખોટ આવી નથી. સેરોનાએ કોરોના રોગચાળાને લીધે વિરામીત થયા બાદ રમાયેલી પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન એકદમ પાક્કુ કરી લીધું છે. ક્વાર્ટર ફાઇનલમાં તેણે પિરોનકોવા સામે શાનદાર રમત દાખવતા પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તુરત જ શાનદાર વાપસી કરી લીધી હતી. 4-6 થી પ્રથમ સેટ હાર્યા પછી, સેરેનાએ 6-3 અને 6-2 થી સેટ જીતી લઇને ટૂર્નામેન્ટને જીત લેવા તરફ આગળ વધતુ એક પગલું ભર્યું છે

38 વર્ષીય અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના અને પિરોનકોવા સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ 2 કલાક અને 12 મિનિટ લાંબી ચાલી હતી જે તેણે જીતી લીધી હતી. આ લાંબી મેચ દરમિયાન સેરેના કેટલીક વાર સમયે પાછળ પડતી જણાતી હતી હતી પરંતુ તેણે પોતાના લાંબા અનુભવનો પુરો ફાયદો ઉઠાવતા તેણે ના માત્ર વાપસી જ કરી હતી પરંતુ જીત પણ હાંસલ કરી લીધી હતી અને આગળના તબક્કા માટે સ્થાન પણ નિશ્વીત બનાવ્યું હતું.

(1:10 pm IST)