ખેલ-જગત
News of Thursday, 17th September 2020

મુસેટ્ટીએ સ્ટેન વાવરિન્કાને હાર આપીને અપસેટ કર્યો

મુસેટ્ટીએ ૬-૦ અને ૭-૬ થી જીત મેળવી : ઈટાલિયન ઓપનમાં ૧૮ વર્ષીય ખેલાડી સામે હારી જતા સ્ટેન વાવરિન્કા સ્પર્ધાના પહેલાં જ રાઉન્ડમાં ફેંકાઈ ગયો

સ્વિટ્ઝર્લેન્ડ,તા.૧૭  : રોમમાં રમાઇ રહેલી ઇટાલિયન ઓપનમાં એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે ફક્ત ૧૮ વર્ષીય યુવા ખેલાડી લોરેન્ઝો મુસેટ્ટી એ હોમ ગ્રાઉન્ડ પર, સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિક્નાને હરાવીને પ્રથમ રાઉન્ડમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વખતનો ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્વિટ્ઝર્લેન્ડનો ટેનિસ ખેલાડી સ્ટેન વાવરિક્ના, ઇટાલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં ટૂર્નામેન્ટમાંથી ક્રેશ થયો હતો. લોરેન્ઝો સામે મુસેટ્ટીએ બીજા રાઉન્ડમાં સીધા સેટમાં ૬-૦ અને ૭–૬ થી જીત મેળવી બીજા રાઉન્ડમાં સીધી જ જીત મેળવી લીધી હતી. મેચ પહેલા કોઈએ વિચાર્યું નહોતુ કે વાવરિંકાને ૧૮ વર્ષિય યુવા ખેલાડી લોરેન્ઝો મુસેટ્ટીથી હારવું પડશે. યંગ મુસેટ્ટીના જોરદાર શોટ સ્વિસ ખેલાડીના અનુભવ પર ભારે પડી ગયા હતા. ઇટાલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં વાવરિંકાને ૬-૦, ૭-૬ થી હરાવી, તેની કારકિર્દીમાં પ્રથમ એટીપી ટૂર વિજય નોંધાવ્યો અને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

              મુસેટ્ટીએ એક કલાક અને ચોવીસ મિનિટમાં મેચ જીતી લીધી. અનુભવી વાવરીંકાએ પહેલા સેટમાં ઘણી ભૂલો કરી અને એક પણ રમત જીતી શક્યો નહીં. બીજા સેટમાં તેણે કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુસેટ્ટી ટાઇબ્રેકરમાં ગયો અને સેટ અને મેચ જીતી લીધા હતા. મુસેટ્ટીએ જીત બાદ કહ્યું, 'પહેલો સેટ ખૂબ જ અદભૂત હતો. તે મૂંઝવણમાં હતો અને મેચ જીતવા માંગતો હતો, પરંતુ તેણે સારી સર્વીસ આપી હતી. મને લાગે છે કે મેચમાં લીડ લેવી મહત્વપૂર્ણ હતી. બીજા રાઉન્ડમાં મુસેટ્ટીનો સામનો જાપાનીઝ કે નિશીકોરી સાથે થશે, જેણે સ્પેનિશ ખેલાડી અલ્બેટે રામોસ વિનોલસને ૬-૪, ૭-૬ થી હરાવ્યો હતો.

(8:06 pm IST)